કોરોનાએ લીધું રૌદ્ર સ્વરૂપ, વધતાં કેસ વચ્ચે આ મંદિરો રહેશે બંધ

વધતા કોરોના સંક્રમણને લઇને દ્વારકા જગત મંદિરને બંધ રાખવાનો નિર્ણય મંદિર પ્રશાસને લીધો છે.17 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી મંદિરમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે…આ દરમિયાન પૂજારી પરિવાર નિત્યક્રમ મુજબ પૂજા-આરતી કરશે.તથા જગત મંદિરની વેબસાઇટ પરથી ભક્તો ઓનલાઇન દર્શન કરી શકશે.

કોરોનાની ત્રીજી લહેરના કહેર વચ્ચે રાજ્યના અનેક મોટા મંદિરોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં એક બાદ એક મંદિરના સંચાલકોએ વધતા સંક્રમણને લઈ મંદિરને દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે.ગત રોજ અંબાજી ટ્રસ્ટે પોષી પૂનમના દરેક કાર્યક્રમો રદ કરી મંદિરને 15 થી 22 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.

ત્યારે આજે રાજ્યના બીજા ત્રણ મોટા મંદિરોએ પણ આ પ્રકારનો નિર્ણય લઈ પૂનમના રોજ મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે.જેમાં ખેડબ્રહ્મા ખાતેના અંબિકા મંદિરને પણ 8 દિવસ સુધી બંધ રાખવામાં આવશે.ખેડબ્રહ્માનુ મંદિર 23 જાન્યુઆરી બાદ ખોલવામાં આવશે.આ સીવાય ડાકોરના રણછોડરાયના મંદિર તથા શામળાજીનુ મંદિર પણ પોષી પૂનમ એટલે કે 17 જાન્યુઆરીએ બંધ રહેશે.પરંતુ ડાકોર અને શામળાજીનુ મંદિર 18 જાન્યુઆરીએ દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકી દેવામાં આવશે.

Scroll to Top