આ દેવીના મંદિરે ભક્તો ચંપલનો હાર ચઢાવવા માટે આવે છે,જાણો કેમ આવો હાર ચઢાવામાં આવે છે?

આપણો ભારત દેશ એ આધ્યાત્મિક દેશ છે.અહીં સર્વ ધર્મ સમભાવના ની વૃત્તિ ધરાવતો દેશ છે, ભારત દેશ માં કેટલીય જાતિ ઓ રહે છે કેટલીય ભાષા બોલાય છે. કેટલાય ધર્મ છે.અહીં હિન્દૂ ધર્મ અપનાવતા લોકો ઘણા છે. આજે તમને એવા એક મંદિર ની વાત કરીશું જે અતિ પ્રાચીન છે.

તેની પૂજા હિન્દૂ ઓ અને મુસ્લિમ લોકો ઘ્વારા કરવામાં આવે છે. આ મંદિર ની વિશેષતા એ છે કે મંદિર માં માતાજી ની પીઠ ની પૂજા કરવા માં આવે છે.એમ તો ભારત માં ઘણા મંદિર છે. પણ આ મંદિર ની આવી વાતો જાણી ને તમને નવાઈ નો પાર નહિ રહે,

અનોખી માનતા છે આ મંદિર ની.

દેશમાં અનેક ધર્મ અને તેના સંપ્રદાયો છે. જેમની માન્યતાઓ પણ જુદી જુદી છે, રિવાજો પણ અનોખા છે, ઉજવણઈ પણ અલગ છે અને તેમના જે તે દેવતાઓની પૂજાવિધિ પણ એકબીજાથી અસામાન્ય છે. હિન્દુ મંદિરમાં ભક્તો દેવી-દેવતાઓને પ્રસાદ ધરે છે અને માનતા અનુસાર વિધી કરે છે. આપણા દેશમાં એક એવું મંદિર પણ આવેલું છે, જ્યાંચંપલ ચડાવવામાં આવે છે. જો કે, આ વાત ઝડપથી માન્યમાં આવે એમ
નથી. કારણ કે, જે મંદિરમાં ચંપલ બાહર ઊતારીને જવાનું હોય ત્યાં ચંપલ કેવી રીતે ચડાવી શકાય? પણ આ વાત સાચી છેકર્ણાટકમાં આવેલું આ લકમ્મા દેવીનું મંદિર ચંપલ ધરવાને લઈને જાણીતું છે.

ચંપલની માળા પહેરવામાં આવે છે.

જોયું છે તમે આવું હા પણ એ સાચું છે. કર્ણાટકના ગુલબર્ગ જિલ્લામાં આવેલા આ મંદિરની ખાસ વાત એ છે કે, અહીં શ્રદ્ધાળુઓ દેવી માને ચુંદડી, શૃંગાર અથવા ફૂલ જ નહીં, ચંપલની માળા બનાવીને પણ પહેરાવે છે. અહીં વર્ષમાં એક વખત ફૂટવેર ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં દેશ વિદેશથી લોકો આ અનોખી પરંપરાને જોવા-માણવા માટે આવે છે. સામાન્ય રીતે મંદિરનો પ્રસાદ વેજ જ હોય છે. દરેક હિન્દુ મંદિરના પ્રસાદમાં ક્યારેય નોનવેજનો ઉપયોગ થયો નથી.અમુક જગ્યા એ બકરા ની બલી આપવા માં આવે છે પશુ બલી આપી ને અહીંયા એવું થાય છે.

નોનવેજનો રાજભોગ ધરાવવામાં આવે છે.

ભારત ના અમુક મંદિર માં બલી પ્રથા હજુ પણ યથાવત છે સરકાર ના અથાગ પ્રયત્નો હોવા છતાં હજુ થોડો ઘણો અંકુશ સરકારે મેળવ્યો છે.આ મંદિરમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, અહીં શાકાહારી ભોગની સાથોસાથ માંસાહારી ભોગ પણ ધરવામાં આવે છે. મંદિરે આવતે શ્રદ્ધાળુંઓ કહે છે કે, અહીં ચંપલ ચઢાવવાથી નકારાત્મક શક્તિઓ સામે રક્ષણ મળે છે. મંદિરની સામે એક ઝાડ છે જ્યાં લોકો ચંપલની માળા બાંધવા માટે જાય છેઅને મનોકામના પૂર્તિ માટે લોકો પ્રાર્થના કરે છે. અહીં અનેક લોકો પોતાની મનોકામનાપૂર્તિ માટે અહીં આવે છે. કામ થઈ જાય ત્યારે અહીં ચંપલનો હાર ચડાવી જાય છે. આ પ્રથા ઘણી જૂની છે અને ભક્તો ખુશી થી આવું કરે છે.

મુસ્લિમ છે આ મંદિર ના પૂજારી.

ભારત માં કેટલાય મુસ્લિમ એવા છે જે હિન્દૂ મંદિર ની રક્ષા કરે છે તેની પૂજા અર્ચના પણ કરે છે સૌથી ખાસ વાત એ છે કે આ એક હિન્દુ મંદિર છે પણ પૂજારી મુસ્લિમ છે. એટલે અહીં માત્ર હિન્દુઓ જ નહીં મુસ્લિમો પણ દેવી માને શિશ નમાવવા માટે આવે છે. આ મંદિર હિન્દુ અને મુસ્લિમોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર વર્ષો જૂનું છે. અહીં દેવીની પીઠની પૂજા કરવામાં આવે છે, માતાનું મુખ નીચે ધરતીમાં હોવાનું માનવામાં આવે છે. અહીં દર્શન કરવાથી કાયમ માટે પગ અને ઘૂંટણના દર્દમાંથીછૂટકારો મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top