લ્યો બોલો… અહી ના લોકો પાન-માવા ને બદલે માટી ખાય છે, જાણી ને આશ્ચર્ય થશે

દુનિયાના વિવિધ દેશોમાં લોકોની ખાવાની આદતો અલગ અલગ હોય છે. આ સાથે લોકો રસોઈમાં વિવિધ પ્રકારના મસાલાનો પણ ઉપયોગ કરે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં એક એવો દેશ છે જ્યાં લોકો માટીનો ઉપયોગ મસાલા તરીકે કરે છે. અહીંની માટી ખૂબ જ સ્વાદિષ્ટ અને સાથે આરોગ્યપ્રદ પણ છે. તેથી જ લોકો માટીનો ઉપયોગ ખોરાકમાં મસાલા તરીકે કરે છે.

ઈરાનના હોર્મુઝ આઈલેન્ડમાં લોકો આવું કરે છે. સુંદર પહાડોના કારણે આ ટાપુ ત્યાંના લોકો માટે ખૂબ જ ખાસ છે. પરંતુ આ પહાડોની સૌથી ખાસ વાત એ છે કે અહીંની માટી રંગીન છે, જેના કારણે આ ટાપુને રેઈન્બો આઈલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈરાનના આ ટાપુના સુંદર રંગબેરંગી પહાડોના ફોટા સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતાં રહે છે, જે લોકોને તેમની તરફ આકર્ષિત કરે છે.

કદાચ બહુ ઓછા લોકોએ સાંભળ્યું હશે કે ઈરાનના આ સુંદર પહાડોની માટી મસાલાની જેમ ખાવામાં આવે છે. અહીં આવનારા પ્રવાસીઓ પણ આ પહાડોની માટીનો સ્વાદ જરૂરથી ચાખે છે. પહેલા તો લોકો માટી ખાવાથી અચકાય છે, પરંતુ ગાઈડની સલાહ પર તેઓ એક વાર તેનો સ્વાદ ચોક્કસથી ચાખે છે.

જાણો શું છે માટીની ખાસિયત: આ સુંદર ટાપુ ફારસની ખાડીમાં આવેલ છે અને અહીંની માટીમાં ઘણું ખનિજ છે. એક રિપોર્ટ અનુસાર અહીંની માટીમાં ખુબ જ આયર્ન અને લગભગ 70 પ્રકારના ખનીજ મળી આવે છે.

અહીંના પહાડો પર મીઠાના ટેકરા પણ છે. આ પર્વતો પર શેલ, માટી અને આયર્નની પરત છે, જેના કારણે પર્વતો રંગીન નજર આવે છે. બ્રિટનના જીઓલોજિકલ રિસર્ચના મુખ્ય ભૂસ્તરશાસ્ત્રી ડો. કેથરીન ગુડનફના જણાવ્યા અનુસાર લાખો વર્ષો પહેલા ફારસની ખાડીની નજીક સ્થિત છીછરા સમુદ્રમાં મીઠાનું મોટું પડ જામી ગયું હતું. ત્યારબાદથી તેના પર નવી પડ જમા થતી ગઈ.

Scroll to Top