છોકરી જેવો દેખાવ ધરાવે છે આ યુવક, પોતાને પુરૂષ સાબિત કરવા માટે દર વખતે કરવું પડે છે આ કામ

દરેક વ્યક્તિને પોતાને હેન્ડસમ દેખાડવા માટે વિવિધ પ્રકારના કોસ્મેટિક્સનો ઉપયોગ કરે છે. જેથી તેની ત્વચા એકદમ યુવતીઓની જેમ ચમકતી-દમકતી રહે છે, પરંતુ એક યુવક માટે તેનો યુવતીઓ જેવો દેખાવ ખૂબ જ પરેશાની બની ચૂક્યો છે. આ યુવકને જોઇને દરેક વ્યક્તિ તેને યુવતી સમજવાની ભુલ કરી બેઠે છે. આ યુવકની તસવીર જોઇને તમે પણ તેને યુવતી સમજવાની ભુલ કરી શકો છો. આ યુવકનું નામ અબ્લુસ સલામ છે. અબ્લુસની ઉંમર 22 વર્ષ છે અને તે મલેશિયામાં રહે છે. અબ્દુસ કુઆલાલંપુર યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તે હાલ સોશ્યિલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ચૂક્યો છે.

દરેક વખતે બતાવવું પડે છે આઇકાર્ડ

સોશ્યિલ મીડિયામાં અબ્દુસ પોતાના ચહેરાના કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. અબ્દુસ પ્રમાણે તેનો ચહેરો એક મહિલા જેવો દેખાય છે. માત્ર એટલું જ નહીં, અબ્દુસે પોતાની ઓળખ બતાવવા માટે પોતાનું આઈ કાર્ડ બતાવવું પડે છે. જેથી સામેવાળો વ્યક્તિ સમજી શકે કે તે યુવક છે કે યુવતી.

હાલ આ યુવક સોશ્યિલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ચૂક્યો છે

ફૂટબોલ મેચ જોવા જતી વખતે ચર્ચામાં આવ્યો

નોંધનીય છે કે, હાલમાં જ અબ્દુસ સોશ્યિલ મીડિયા પર ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તે એક ફૂટબોલ મેચ જોવા માટે ગયો હતો. ત્યાં જ મેચ દરમિયાન સિક્યોરિટી ગાર્ડે તેનું ચેકિંગ કરવાની ના પાડી દીધી હતી. કેમ કે, તે પુરૂષ નહીં મહિલા જેવો લાગતો હતો. ત્યાર બાદ અબ્દુસે તે સિક્યોરિટી ગાર્ડને પોતાનું આઈકાર્ડ બતાવીને પોતાની ઓળખ જણાવી હતી.

પરેશાની દૂર કરવા કપાવ્યાં વાળ

અબ્દુસ પ્રમાણે, પોતાના ચહેરાના કારણે તેણે અનેકવાર પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. પોતાની આ પરેશાનીને દૂર કરવા માટે અબ્દુસે પોતાના લાંબા વાળ કપાવી લીધાં હતાં. છતાંય તેને આ પરેશાનીથી રાહત મળી નહીં. નાના વાળના કારણે લોકો તેને ટોમબોય કહેવા લાગ્યાં હતાં. ત્યાં જ થોડાં લોકોએ તો તેમને દાઢી-મૂછ રાખવાની સલાહ પણ આપી દીધી હતી. પરંતુ તેમને એવું લાગે છે કે, આવું કરવાથી તે કેટફિશ જેવો દેખાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top