ગુવાહાટીઃ આસામ રાજ્યમાં હજારો પતિઓ પર ધરપકડની તલવાર લટકી રહી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જાહેરાત કરી છે કે સગીર વયની છોકરીઓ સાથે લગ્ન કરનારા તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આવા પુરુષોની ધરપકડ કરવામાં આવશે. શર્માએ કહ્યું કે આગામી પાંચ-છ મહિનામાં હજારો પતિઓની ધરપકડ કરવામાં આવશે કારણ કે 14 વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે સેક્સ કરવું એ ગુનો છે, પછી ભલે તે કાયદેસર રીતે પરિણીત પતિ હોય.
સ્ત્રી માટે લગ્નની કાયદેસર ઉંમર 18 વર્ષ છે.
હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે મહિલા માટે લગ્નની કાયદેસર ઉંમર 18 વર્ષ છે અને સગીર વયની છોકરીઓ સાથે લગ્ન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઘણા (છોકરીઓ સાથે લગ્ન કરનારા પુરુષો)ને આજીવન કેદની સજા થઈ શકે છે. આગામી પાંચ-છ મહિનામાં હજારો પતિઓની ધરપકડ કરવામાં આવશે કારણ કે 14 વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે શારીરિક સંબંધ બાંધવો એ ગુનો છે, પછી ભલે તે કાયદેસર રીતે પરિણીત પતિ હોય.
આસામ કેબિનેટે કાયદો પસાર કર્યો
આસામ કેબિનેટે POCSO એક્ટ હેઠળ 14 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કરનારા પુરૂષો પર કેસ કરવાનો નિર્ણય લીધો છે. 14-18 વર્ષની વયજૂથની છોકરીઓ સાથે લગ્ન કરનારાઓ સામે બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ 2006 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે રાજ્યમાં સરેરાશ 31 ટકા લગ્ન પ્રતિબંધિત વય જૂથમાં થાય છે.
મહિલાઓએ યોગ્ય ઉંમરે લગ્ન કરવા જોઈએ
મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે મહિલાઓએ “યોગ્ય ઉંમરે” માતૃત્વ સ્વીકારવું જોઈએ કારણ કે આમ ન કરવાથી તબીબી મુશ્કેલીઓ થાય છે. સરમાએ વહેલા લગ્ન અને માતૃત્વને રોકવા માટે તેમની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. સરમાએ કહ્યું, “મહિલાઓએ માતા બનવા માટે વધુ રાહ જોવી ન જોઈએ કારણ કે તે જટિલતાઓ તરફ દોરી જાય છે. માતૃત્વ માટે યોગ્ય ઉંમર 22 વર્ષથી 30 વર્ષ છે.”
તેણે હસતાં હસતાં કહ્યું કે જે મહિલાઓએ હજુ લગ્ન નથી કર્યાં તે જલ્દી કરી લે. અમે પ્રારંભિક માતૃત્વ વિરુદ્ધ બોલતા આવ્યા છીએ. પરંતુ તે જ સમયે, સ્ત્રીઓએ ઘણા પુરુષોની જેમ વધુ રાહ જોવી જોઈએ નહીં… ભગવાને આપણા શરીરને એવી રીતે બનાવ્યું છે કે દરેક વસ્તુ માટે યોગ્ય ઉંમર છે.