અમદાવાદ: મહિલાનો હાથ પકડી ધમકી આપી કે મારા ફોનમાં, તારા ફોટો છે, તારા પતિને મોકલી બદનામ કરી દઈશ

શહેરના વાડજ પોલીસ સ્ટેશનમાં એક પરિણીતાએ તેના પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે. આ પ્રેમીએ પરિણીતાના દિયરન ફોન કરી ધમકી આપી કે તારી ભાભી મારી છે હું ઉપાડી જઈશ. આટલું જ નહીં પ્રેમી વ્યસની હોવાથી પરિણીતાએ સબંધ પુરા કરી નાખ્યા હતા છતાંય પરિણીતાં જ્યાં જાય ત્યાં પ્રેમી પહોંચી જતો અને સંંબંધ નહિ રાખે તો એસિડ ફેંકી બાળકોને ઉપાડી જવાની ધમકી આપતો હતો.

બનાવની વિગતો એવી છે કે નવા વાડજમાં રહેતી 33 વર્ષીય મહિલા તેના પરિવાર સાથે રહે છે. મહિલા એક બિલ્ડીંગમાં સાફ સફાઈનું કામ કરવા જાય છે. મહિલાને સંતાનમાં ત્રણ બાળકો પણ છે. આ મહિલા જે કોમ્પ્લેક્સ માં કામ કરતી હતી ત્યાં અનિલ વાઘેલા નામનો વ્યક્તિ પણ કામ કરવા આવતો હતો. જેથી અનિલ આ મહિલાના સંપર્કમાં આવ્યો હતો. બાદમાં બને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે બાદમાં મહિલાને જાણ થઈ કે તેનો પ્રેમી અનિલ સારો માણસ નથી અને તે નશા કરે છે.

બાદમાં આ જાણ થતાં જ મહિલાએ તેની સાથે સબન્ધ રાખવાનું બંધ કરી દીધું હતું. બે એક માસ પહેલા કામ કરવાની જગ્યાએ મહિલા પડી જતા તે કામ પર હતી ન હતી અને ઘરે રહેતી હતી. છતાંય અનિલ ફોન કરીને સબન્ધ રાખવા દબાણ કરતો હતો પણ મહિલાએ ઘસીને તેને ના પાડી દીધી હતી.

મહિલા મંદિર કે શાકભાજી લેવા જાય ત્યાં બાઇક લઈને અનિલ પહોંચી જતો અને સંબંધ રાખવા દબાણ કરતો હતો. મહિલાએ અનિલને કહ્યું કે તેના પતિને જાણ થઈ ગઈ છે છતાંય અનિલ મહિલાનો હાથ પકડી ધમકી આપી કે તેના ફોનમાં ફોટો છે તે તેના પતિને મોકલી બદનામ કરી દેશે. એસિડ ફેંકી ચહેરો બગાડી છોકરા ઉપાડી જવાની પણ અનિલ એ ધમકી આપી હતી. થોડા દિવસ પહેલા અનિલએ મહિલાના દીયરને ફોન કરીને કહ્યું કે “તારી ભાભી તો મારી જ છે, હું તેને ઉપાડી જઈશ”. જેથી આ મામલે હવે સાસરિયાઓ ને જાણ થતાં જ મહિલાએ પ્રેમી સામે ફરિયાદ આપતા વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top