આડા સંબંધોમાં પતિએ કરી પત્નીની હત્યા, બાદમાં હત્યાને આત્મહત્યામાં ખપાવાનો પ્રયાસ કર્યો…

પતિ પત્ની વચ્ચે જ્યારે પણ કોઈ ત્રીજી વ્યક્તિનું આગમન થાય છે. ત્યારે તેનું પરિણામ હિંસક આવતું હોય છે. અને આવોજ એક હિંસક બનાવ સામે આવ્યો છે વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં. જ્યા પત્નીના અન્ય પરુષ સાથે આડા સંબંધો હતા. જેથી તેણે પતિની હત્યા કરી નાખી સાથેજ તેની હત્યાને આત્મહત્યામાં ખપાવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ તપાસમાં ખુલાસો: થોડાક દિવસો પહેલા પારડી અને ઉદવાડા રેલ્વે સ્ટેશન પાસે એક મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની હાલત ખુબજ ખરાબ હતી. જેથી આ મામલે પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતદેહને જોતા પહેલા લોકોને એવુંજ લાગ્યું હતું કે મૃતકે આત્મહત્યા કરીને મોતને વ્હાલું કરી લીધું છે. પરંતુ પોલીસે જ્યારે તપાસ આરંભી ત્યારે બધાજ હેરાન રહી ગયા.

પત્નીએ હત્યા કરી: પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પીએમ રિપોર્ટને આધારે પોલીસે તપાસ આરંભી અને પોલીસે હત્યાના બે આરોપીઓને ઝડપી પાડ્યા . પોલીસ તપાસમાં સામે આવ્યું કે હત્યાને અંજામ આપનાર કોઈ બીજું ન હતું પરંતુ મૃતકની પત્નીએજ તેની હત્યા કરી હતી..

આડાસંબંધોમાં હત્યા: પત્નીના અન્ય પુરુષ સાથે આડાસંબંધો હતા. જેથી તેને તેનો પતિ આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યો હતો. માટે તેણે તેની હત્યાની યોજના બનાવી. સાથેજ તેણે હત્યાને આત્મહત્યામાં ખપાવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ તેની બધીજ ચાલાકી નકામી નીવડી. કારણકે પોલીસની તપાસમાં પત્નીનો ભાંડો ફૂટી ગયો. સાથેજ તેની કરતૂતને કારણે આજે તેને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.

આપઘાતનું નાટક: પ્રથમ દ્રષ્ટીએ જ્યારે મૃતદેહ પોલીસે જોયો ત્યારે કોઈને પણ એવુંજ લાગે કે આપઘાત છે. મૃતદેહ બાઈક પર પડેલો મળી આવ્યો હતો. જેથી પોલીસે બાઈકને આધારે તપાસ આરંભી. બાઈકના માલિકને ઘરે ગઈ ત્યારે ખબર પડી કે તે ઘરેથી ગાયબ છે. બાદમાં મૃતકની પત્નીને મૃતદેહ બતાવ્યો ત્યારે તેણે તેના પતિની ઓળખ કરી હતી.

પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ: પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી ત્યારે સામે આવ્યું કે મૃતક અને તેની પત્ની વચ્ચે અવારનાવર ઝઘડાઓ થતા હતા. જેથી પોલીસે તેમની પુત્રીની પુછપરછ કરી. બીજીતરફ મૃતકની માતાએ પણ તેની પત્ની પર આશંકા વ્યક્ત કરી હતી. પરંતુ નવાઈની વાતતો એ હતી કે પત્નીએ તેની પુત્રીની સામેજ તેના પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા. સાથેજ તેને કશું ન બોલવા માટે સમજાવી દીધી હતી.

પુત્રીએ માતાની પોલ ખોલી: સમગ્ર મામલે પોલીસે પુત્રીની પુછપરછ કરી તેમા બધીજ માહિતી સામે આવી અને પત્નીની પોલ ખુલ્લી પડી ગઈ હતી. કડકાઈથી પોલીસે પૂછપરછ કરી ત્યારે તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો અને તેણે કહ્યું કે તેણે પોતાના પ્રેમી સાથે મળીને આ હત્યાને અંજામ આપ્યો હતો.

પ્રેમી પખીડા જેલભેગા: ઉલ્લેખનિય છે કે પત્ની તેમજ પ્રેમીએ હત્યાને અંજામ આપીને તેના પતિની લાશને કારમાં નાખીને તેને રેલ્વે ટ્રેક પર મુકી દીધો હતો. બાદમાં ફરી તેઓ પતિની બાઈક લઈને આવ્યા જ્યા તેમણે તેની બાઈક પર તેની લાશ મુકી દીધી જેથી લોકોને એણ લાગે કે તેણે આત્મહત્યા કરી છે. પરંતુ પોલીસને શંકા જતા તેમણે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. જેથી હાલ પ્રેમી પંખીડાઓને તેમની કરતૂતને કારણે જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.

Scroll to Top