સપનાઓ દરેક લોકોને હોય છે, દરેક લોકો સફળ થવા માંગે જ છે. જેમાં ઘણા ધંધાઓમાં તો ઘણા તેમની કુશળતાના આધારે ફેમસ થતા જોવા મળે છે, આ સિવાય ટીકટોક પર ઘણા લોકો રાતોરાત ફેમસ થયા હતા એ આપણે સૌ જાણીએ જ છીએ, પરંતુ તે એક ચાઇનીઝ એપ હતી ઘણા વિરોધો બાદ એ ભારત સરકાર દ્વારા બંધ કરવામાં આવી. સ્વદેશી અપનાવવું એ આપના દેશ માટે ઘણું સારું કામ છે અને જો દરેક લોકો આ બાબત માને તો દેશનો વિકસ પણ ઘણો બધો થાય. તો મિત્રો, આજે આ લેખમાં આપણા ભારતની આપણી પોતાની એપ એ શાનદાર કામ કરી રહી છે તેના વિષે આજે આ લેખમાં વાત કરી છે. તો જાણીલો આ એપનું નામ તમે પણ.
આ એપનું નામ છે, “DUET MASTER APP” ભારતમાં જ બનેલી અને ટીકટોક કરતા પણ શાનદાર કામ કરતી આ એપને તમે ગુગલ પ્લે સ્ટોર કે એપસ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. ડાન્સ અને વિડીયો બનાવનાર લોકો માટે આ એક ખુબ જ સારું પ્લેટફોર્મ પણ પૂરું પાડવા જઈ રહી છે અને ખાસ બાબત એ પણ છે કે આ એપમાં તમને વિડીઓ મુકવામાં કે જોવામાં કોઈ સમસ્યા નથી આવે અને ઝડપથી જ તમે વિડીઓ મૂકી શકશો અને સાથે સાથે જોઈ પણ શકશો.
શું ખાસ છે આ એપમાં
Duet Master એ એક વીડિયો શેરિંગ એપ્લિકેશન છે, જે યુઝરને વીડિયોને અપલોડ અને ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે. આ સાથે જ યુઝર્સ નવા લોકોની સાથે ઇંટરેક્ટ કરવા ઉપરાંત કંટેટ પણ શેર કરી શકે છે. તેમાં વોટ્સએપ સ્ટેટસ, વીડિયોઝ, ઓડિયો ક્લિપ્સ, જિફ સ્ટીકર્સ અને તસ્વીરની સાથે નવી ક્રિએટિવિટીને ઉપયોગ કરી શકે છે.
ખાસ વાત એ છે કે આ પ્લેટફોર્મ પર આવતા સમયમાં કંપની આવકની વહેંચણી (રીવેન્યૂ શેરિંગ) પણ લાવશે. વપરાશકર્તાઓને આવક વહેંચણીથી લાભ થશે. વિડીયો બનાવવાના બદલે પૈસા પણ આપી શકાય છે.
આ સિવાય વપરાશકર્તા Duet Master App પર દૈનિક નવા સંગીત અને સંવાદો, વિડિઓઝ અને ખૂબ મનોરંજક સ્ટ્રીમ અપલોડ કરી શકે છે. અને આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે વપરાશકર્તાને ઘણા બધા ખુબ જ સારા રીવ્યુ પણ આ એપએ પ્રાપ્ત કર્યા છે. તો મિત્રો હવે ભારતના યુવાનો માટે કઈક કરીએ આ એપને તમારા મિત્રો અને પરિવારજનો સુધી શેર કરજો અને મનોરંજનનું એક ઉત્તમ કાર્ય આ એપ કરી રહી છે. જેવી રીતે ફેસબુક, વગેરે પર તમે ફેમસ થઇ શકો છો તેમ આ એપ વાપરીને પણ તમે ફેમસ બની શકો છો. તો આજે જ ડાઉનલોડ કરો ટીક ટોક જેવી જ ભારતની પોતાની એપ “DUET MASTER APP”.