ટિકટોકથી રાતોરાત આ ગુજરાતીનું જીવન બદલાઈ ગયું,કરે છે એવો ડાન્સ કે જોઈ આખું બોલિવૂડ હલી ગયું.

ટિકટોક ની છાપ આપણા ભારતમાં પાછલા થોડા દિવસમાં ખુબજ ખરાબ થઈ ગઈ છે અહીં લોકોની વેલ્યુ રહેતી નથી મહેનત કરતાં લોકોના કન્ટેન્ટ ચોરી થઈ જાય છે અને તે પણ બ્લ્યુ ટિક એટલે કે વેરિફિકેશન વાળા લોકો દ્વારા.જોકે તે સમગ્ર વિવાદ આપણે જાણીએ જ છીએ.

પરંતુ આ પ્લેટફોર્મ પર ઘણા લોકો ની કિસ્મત પણ ચમકી છે.આજે અમે એવાજ એક વ્યક્તિ વિશે વાત કરીશું.જેનું કિસ્મત બદલાઈ ગયું દરેક બોલિવૂડ સ્ટાર્સ પણ હેરાન થઈ ગયાં આ વ્યક્તિ ને જોઈને તો આવો જાણીએ તેના વિશે.આજકાલ ટિકટોક ઉપર ઘણા લોકો છે જેમનું રાતોરાત જીવન બદલાઈ ગયું છે.

ટીકટોકમાં ઘણા એવા લોકો છે જે ગમે તેટલી સારી વિડિઓ બનાવે પરંતુ તેમાં લાઇકો આવતી નથી.પરંતુ ટિકટોક કંઈક અલગ કરી બતાવનારને જ સફળતાની ટોચ પર પહોંચાડે છે.ટિકટોકને અત્યારે લોકો બેન કરવાનું કહે છે કારણ કે ટિકટોકના કારણે વિવાદસ્પદ ઊભું થાય છે.

ટિકટોકના કારણે નાના અને મધ્યમ વર્ગના લોકો પોતાની આવડત પ્રમાણે વિડિઓ બનાવીને ખૂબ જ મશહૂર બની ગયા છે.ટિકટોક પર અમુક લોકો એવા છે જેમનામાં ટેલેન્ટ છે પરંતુ મોબાઈલ હોતો નથી અને બીજાના ફોનમાં વિડિઓ ઉતારીને પોતાનું ટેલેન્ટ રજૂ કરતા હોય છે.આજે અમે તમને આ લેખમાં જણાવીશું ટિકટોક પર પોતાના ડાન્સથી ધૂમ મચાવનાર અરમાન રાઠોડ રાતોરાત ટિકટોકના સ્ટાર બની ગયા છે.તેમના ડાન્સના વિડિઓ દરેકના મોબાઈલમાં તમને જોવા મળશે.

અરમાન રાઠોડ એટલો સુંદર ડાન્સ કરે છે કે લોકો તેમના વીડિયોમાં લાઇક્સનો વરસાદ કરી દેતા હોય છે. એમ સામાન્ય ગામનો આ યુવક પોતાના અવનવા ડાન્સથી લોકોના દિલમાં રાજ કરી રહ્યો છે. ટિકટોકમાં ઋત્વિક રોશનની જેમ ડાન્સ કરતા યુવકનો વિડીયો વાઈરલ થયો છે.જે વલસાડની ઝુંપડપટ્ટીમાં એક નાનકડા ઘરમાં રહે છે.

આ યુવકનું નામ છે અરમાન રાઠોડ.ઋત્વિક રોશનના સોંગ ‘દેખા તુમકો જબસે’ પર તેનો ડાન્સ ખુબ જ વાઈરલ થયો હતો.અરમાનનો આ ડાન્સ જોઈને ઋત્વિક રોશને પણ તેને મળવાની ઈચ્છા વ્યક્ત કરી.આ વિડીયો વાઈરલ થયા બાદ ટિકટોક પર તેના ફેન્સની સંખ્યા દિવસને દિવસે વધી રહી છે. સોશિયલ મીડિયા એપ ટિકટોક પર વાયરસ થનાર યુવાનનું સાચું નામ સંજય રાઠોડ છે જે હવે ટીકટોક પર અરમાન રાઠોડના નામે જાણીતો બન્યો છે.

વલસાડ રાખોડિયા તળાવની પાળ પર આવેલા નાનકડા ઝુપડા જેવા ઘરમાં રહે છે.અરમાનને પોતાના ટિકટોકના ફેન્સ મળવા માટે તેમના ગામમાં આવે છે અને તેમની મળીને ટિકટોક પર વિડિઓ અપલોડ કરતા જોવા મળે છે.અરમાનના ડાન્સના સ્ટેપ્સ એકદમ હ્રિતિક રોશન જેવા જ જોવા મળી રહ્યા છે.તમને જણાવી દઈએ કે અરમાન બધા સ્ટાર્સના ગીત પર ડાન્સ કરતા નજર આવી રહ્યા છે.અરમાનના પિતા વોચમેન હતા અને હાલ ઘરે જ છે.જ્યારે તેની માતા અન્યના ઘરે કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. હાલ તો અરમાનનો પરિવાર પણ તેને સ્પોર્ટ કરી તેની કારકિર્દી બને તેવા અરમાન જોઈ રહ્યો છે.

હાલ અરમાન રાઠોડના ટિકટોક એકાઉન્ટ પર 20 લાખથી વધારે ફોલોઅર્સ અને 4 કરોડથી વધારે લાઈક્સ છે. અમર છુટક મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેનું સપનું છે કે તે પણ એક સારો ડાન્સસ બને અને જીવનમાં આગળ વધે.અરમાન પહેલાથી જ એક સામાન્ય જીવન જીવતા હતા પરંતુ આ સિવાય તેને ડાન્સ કરવાનો ખૂબ જ શોખ હતો તે યૂટ્યૂબ પર વિડિઓ જોઈને ડાન્સ કરવાનો પ્રયત્ન કરતો હતો ધીરે ધીરે તે ડાન્સના તમામ ટેપ્સમાં સફળ રહ્યો હતો.

અરમાનને તેના મિત્રોએ ફોર્સ કર્યો અને તે ટીકટોક પર ડાન્સ વીડિયો બનાવવાની શરૂઆત કરી અને માત્ર 20 દિવસમાં તેના વીડિયોના 5 કરોડથી વધુ વ્યુ મળી ગયા હતા. જેના કારણે તે હિટ થઇ ગયો છે અને હવે તેને અનેક રિયાલીટી શોમાં તેને ઇનવિટેશન મળી રહ્યા છે.અરમાનને તેની જિંદગીમાં અનેક ચઢાવ ઉતાર જોયા છે.ગરીબ પરિવારનો દીકરો માતા ઘર કામ કરી ઘર ચલાવી સમગ્ર પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે લોકડાઉનમાં નિરાધાર બનેલ પરિવારના આ દીકરાને બૉલીવુડ સ્ટાર ઋત્વિક રોશનથી લઈ ડાન્સના ગુરુઓએ તેના વખાણ કરી કહ્યું કે, લોકડાઉન ના હોત તો અરમાનને મળવા જાત.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top