મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી પર કાર્યવાહીના પગલે પક્ષના નેતાઓ ચૂંટણી પંચ સામે મોરચો ખોલી દીધો છે. પહેલા તો પોતે મમતાએ આયોગના નિર્ણયને ગેરબંધારણીય ગણાવીને વિરોધ પ્રદર્શન માટે ધરણાની ઘોષણા કરી હતી. તે પછી, પાર્ટીના અન્ય નેતાઓએ પણ આયોગ પર જોરદાર વાર કર્યા છે. ટીએમસી રાજ્યસભાના સાંસદ ડેરેક ઓબ્રાયને કહ્યું કે, આ આપણા લોકશાહી માટે અંધકારમય (કાળો) દિવસ છે. આયોગનો અભિગમ એકપક્ષી છે.
ટીએમસીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ યશવંત સિંહાએ કહ્યું કે તમામ લોકશાહી સંસ્થાઓ સાથે સમાધાન કરવામાં આવ્યું છે. અમે ચૂંટણી આયોગની નિષ્પક્ષતા અંગે હંમેશાં શંકા કરતા હતા, પરંતુ તેને જે પણ દેખાવો કર્યા આજે બધું સામે આવી ગયું છે. સિંહાએ કહ્યું કે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આયોગ મોદીની સૂચનાઓ પર કામ કરી રહ્યું છે.
પાર્ટીના એક અન્ય નેતા કૃણાલ ઘોષે કહ્યું કે મમતાના ચૂંટણી પ્રચાર પર 24 કલાકનો પ્રતિબંધ જુલમ અને તાનાશાહીનું પ્રતિબિંબ છે. આ દરમિયાન, ડેરેક ઓબ્રાયનના નેતૃત્વમાં ટીએમસીના એક પ્રતિનિધિ મંડળ સોમવારે ચૂંટણી અધિકારીઓને મળ્યા હતા અને સીતલકુચીની ઘટના અંગે ભાજપના નેતાઓની ટિપ્પણી અંગે ફરિયાદ કરી હતી. પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં યોજાનારી ચૂંટણીના ચાર તબક્કાઓ પૂર્ણ થઈ ગયા છે અને બાકીના ચાર તબક્કાઓ 17 થી 29 એપ્રિલ દરમિયાન યોજાશે.