વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા જમ્મૂ અને કાશ્મીરને વિશ્વના નકશામાં પાકિસ્તાન અને ચીનનો હિસ્સો ગણાવ્યો છે. 31 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા સંસદના બજેટ સત્ર દરમિયાન આ મુદ્દે સંસદના બંને ગૃહોમાં હંગામો થવાની સંભાવના છે. પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષ ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (AITC) એ આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન દોર્યું છે. આ પત્રની નકલ ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલયને પણ મોકલવામાં આવી છે.
તૃણમૂલ કોંગ્રેસ (TMC) રાજ્યસભાના સાંસદ ડૉ. શાંતનુ સેને રવિવારે (30 જાન્યુઆરી 2022) ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોરોનાવાયરસ મહામારીને લગતી સાઇટ (WHOCovid19.int) જેમાં ભારતના અભિન્ન અંગ એવા જમ્મૂ અને કાશ્મીરને પાકિસ્તાન અને ચીન તરીકે નામ આપવામાં આવ્યું છે. આ ગંભીર બાબત છે.
તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરનો મોટો હિસ્સો પાકિસ્તાનમાં બતાવવામાં આવ્યો છે, જ્યારે નાનો વિસ્તાર ચીનમાં બતાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં તેમણે કહ્યું છે કે ભારતના નકશામાં અરુણાચલ પ્રદેશના કેટલાક ભાગોને અલગથી બતાવવામાં આવી રહ્યા છે. ડોક્ટર સેને આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે.
TMC MP Dr Santanu Sen writes to PM Modi citing that "Jammu and Kashmir is being shown as a part of China and Pakistan in the world map in the site of WHO Covid 19. int" pic.twitter.com/RlzJwPjK4F
— ANI (@ANI) January 30, 2022
પીએમ મોદીને લખેલા પત્રમાં ડૉ. શાંતનુ સેને લખ્યું છે કે તેમણે કોરોનાનો ડેટા જોવા માટે WHO વેબસાઇટ whocovid19.int ખોલી હતી. જ્યારે તેમણે ભારતનો નકશો જોવા માટે વિશ્વનો નકશો ઝૂમ કર્યો ત્યારે તે દંગ રહી ગયા ગતા. તેમણે જોયું કે વાદળી નકશામાં જમ્મુ-કાશ્મીરને અલગ-અલગ રંગોમાં બતાવવામાં આવ્યું છે. જ્યારે તેમણે તે વાદળી નકશા પર ક્લિક કર્યું, ત્યારે તેણે જોયું કે તેમાં આપણા દેશના કોરોનાવાયરસ સંક્રમમનો ડેટા છે.
ટીએમસીના રાજ્યસભા સાંસદે કહ્યું કે જ્યારે તેમણે જુદા જુદા રંગોમાં રંગાયેલા નકશા પર ક્લિક કર્યું ત્યારે તેમના આશ્ચર્યની કોઈ સીમા ન રહી. આ ભાગ જમ્મૂ અને કાશ્મીરનો ભાગ હતો. જે ભારતનો અભિન્ન ભાગ છે. તેમાં મોટા ભાગનો આંકડો પાકિસ્તાનનો છે, જ્યારે ચીનનો આંકડો પણ તેમાં દેખાઈ રહ્યો છે. એટલું જ નહીં ભારતના નકશામાં અરુણાચલ પ્રદેશનો એક ભાગ અલગથી બતાવવામાં આવ્યો છે.