તમે ક્યારેય નોટિસ નહિ કરી હોઈ આ વાત, જાણો શામાટે આલોકો કરે છે અલગ-અલગ પોઝિશનમાં સેલ્યૂટ

આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જ આપણે સવાતંત્રતા દિવસની ઉજવણી કરલાલા કિલ્લાથી વડાપ્રધાન મોદીએ 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી અને દેશવાસીઓને આઝાદીના દિવશ ની શુભેચ્છાઓ પાઠવી છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ આઝાદીની ઉજવણીના દિવસે વડાપ્રધાન મોદીનો સાફો ઘણો ચર્ચામાં રહ્યો. સાફાની સાથે વડાપ્રધાન મોદીનો વધુ એક અંદાજ આ સ્વતંત્રતા દિવસ પર જોવા લાયક હતો, જેની ચર્ચા ચારેબાજુ થઇ રહી છે.

લાલ કિલ્લાથી ધ્વજરોહણ દરમિયાન વડાપ્રધાને તે જ અંદાજમાં તિરંગાને સેલ્યૂટ આપયું, જે રીતે ભારતીય સેના આપે છે. લાલ કિલ્લા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિંરગાને સલામી આપતા સમયે જે સેલ્યૂટનો ઉપયોગ કર્યો તે જલ સેના એટલે કે ભારતીય નૌસેનાનું સેલ્યૂટ હતું.

 

આ પહેલા વડાપ્રધાન મોદી સ્વતંત્રતા દિવસ પર જુદી-જુદી સેનાઓની જેમ સેલ્યૂટ આપતા જોવા મળ્યા હતા.આપણી ભારતીય સેના અલગ અલગ રીતે સેલ્યુટ કરે છે.જેમ કે ભારતીય જલ સેના,વાયુ સેના અને થલ સેવા આ ત્રણ અલગ અલગ રીતે ધ્વજ ને સેલ્યુટ કરે છે.

આપણાં ભારતની પાસે ત્રણ પ્રકાર ની સેના છે.જે ખુબજ પાવરફુલ છે. ઉલ્લેખનીય છે કે, ભારતની પાસે ત્રણ પ્રકારની સેના છે. ભારતીય વાયુ સેના, ભારતીય જલ સેના અને ભારતીય થલ સેવા, જે જમીન, પાણી અને વાયુમાં તૈનાત છે.

જેથી દેશ પર કોઇ પ્રકારની મુશ્કેલી ના આવે.આ ત્રણેવ ધ્વજને સેલ્યુટ અલગ-અલાગ રીતે કરે છે.અને તે આપણે સૌ જાણીએ પણ છીએ,આ ત્રણેવ સેનાઓ પોતાની અલગ-અલગ સેલ્યુટ માટે જાણીતા છે.

1. ઈન્ડિયન આર્મી (ભારતીય થલ સેના)

ઇન્ડિયન આર્મી એટલે કે ભારતીય થલ સેના,આપણે બધા એ ઇન્ડિયન આર્મી ને તો જોયા જ હશે,કે એ કેવીરીતે ધ્વજ ને સેલ્યુટ કરે છે.આપણે બધાએ આર્મીના અધિકારીઓ અને જવાનોને ક્યાંકને ક્યાંક સેલ્યૂટ કરતા જોયા હશે.

તેઓ ખુલ્લા પંજાથી અને જમણા હાથથી સલામ કરે છે. બધી આંગળીઓને સામેની તરફ ખુલ્લી અને અંગૂઠો સાથે જોડેલો હોય છે. આ પોતાનાથી વરિષ્ઠ અને ગૌણ પ્રત્યે આદર દર્શાવવાનો એક માર્ગ છે.

સાથે તે એમ પણ જણાવે છે કે આગળના હાથમાં કોઈ પણ પ્રકારનું શસ્ત્ર નથી.ઇન્ડિયન આર્મી એ આપણા દેશ માટે ખુબજ જરૂરી છે.ઇન્ડિયન આર્મી એ ભારતીય સરહદ પર હોય છે.

2. ઇન્ડિયન નેવી (ભારતીય જલ સેના)

આપણે સૌ જાણીએ છીએ કે ઇન્ડિયન નેવી એ પાણી ની અંદર પોતાની ડ્યૂટી કરે છે.અને તેમની સેલ્યુટ કરવાની રીત પણ ઇન્ડિયન આર્મી કરતા અલગ હોય છે.

જાણો કેમ,ભારતીય નૌકાદળમાં સેલ્યૂટ આપવા માટે હથેળીને માથાના ભાગ સાથે એવી રીતે જોડવામાં આવે છે કે હાથ અને જમીનની વચ્ચે 90 ડિગ્રી એન્ગલ બને.

આ સેલ્યૂટ પાછળનું એક મુખ્ય કારણ એ છે કે નૌકાદળમાં કામ કરતા ખલાસીઓ અને સૈનિકોના જહાજ પર કામ કરવાથી ગંદા થયેલા હાથને છુપાવાનું છે. જહાજમાં કામ કરવાને કારણે ઘણી વાર તેમના હાથ ગ્રીસ અને ઓઇલથી ગંદા થઈ જાય છે.એટલા માટે ઇન્ડિયન નેવી આ પ્રકાર નું સેલ્યુટ કરે છે આપણા ધ્વજને,અને તે આપણાં ધ્વજ ને માન-સમ્માન આપે છે.

3. ઇન્ડિયન એર ફોર્સ (ભારતીય વાયુ સેના)

ઇન્ડિયન એર ફોર્સ એટલે કે ભારતીય વાયુ સેના,ઇન્ડિયન એર ફોર્સ એ આપણા દેશ ને ખૂબ સુરક્ષિત રાખે છે.પરંતુ તેમની સેલ્યુટ કરવાની રીતે ઇન્ડિયન આર્મી,અને ઇન્ડિયન નેવી કરતા અલગ છે.

માર્ચ 2006માં, ભારતીય વાયુસેનાએ તેના કર્મચારીઓ માટે સેલ્યૂટના નવા ફોર્મ્સ ગોઠવ્યા. તેઓ હવે એવી રીતે સલામ કરે છે કે હથેળી જમીનથી 45 ડિગ્રીનો ખુણો બનાવે છે. જેને સેના અને નૌકાદળ વચ્ચેનું સેલ્યૂટ કહી શકાય. અગાઉ, એરફોર્સની સેલ્યૂટ આપવાની પદ્ધતિ પણ આર્મીની જેમ જ હતી.

આગળ એર ફોર્સ ની સેલ્યુટ કરવાની પદ્ધતિ આર્મીની જેમજ હતી પરંતુ આ પદ્ધતિ ને બદલી નાખવામાં આવી છે.અને ઇન્ડિયન ઍર ફોર્સ ની એક અલગ સેલ્યુટ કરવાની પદ્ધતિ યોજવામાં આવી છે.

આપણાં દેશ ની ત્રણેવ સેનાઓ એટલે કે ઇન્ડિયન આર્મી,ઇન્ડિયન નેવી,અને ઇન્ડિયન એર ફોર્સ આ ત્રણેવ ની સેલ્યુટ કરવાની પદ્ધતિ અલગ-અલગ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top