NewsRajkot

રાજકોટ માં દંડ થી બચવા, લોકો એ કર્યું આવું કામ

હાલમાજ કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક ના નવા નિયમ બહાર કાઠવામાં આવ્યા છે. જે દરેક વાહન ચાલક ને ચિંતામાં મૂકી દીધા છે. જો આ ટ્રાફિક ના નવા નિયમનું કોઈ પણ વાહન ચાલક પાલન ના કરે તો તેમને ભારે દંડ ભરવો પડશે. તો કેટલાક લોકો એ આ દંડ થી બચવા માટે ઘરગથ્થુ ઉપાયો શોધ્યા, આઈ-વે પ્રોજેક્ટના ઈ-મેમોથી બચવા કેટલાક લોકોએ ઘરગથ્થુ ઉપાય શોધ્યો.

ટ્રાફિક ના નવા નિયમો ના દંડ થી બચવા માટે લોકો એ ઘરગથ્થુ ઉપાયો શોધી કાઢ્યા.હેલ્મેટનો દંડ હોય કે સિગ્નલ તોડ્યાનો, રોંગ સાઈડમાં વાહન ચલાવવાનો હોય કે અન્ય કોઈ નિયમભંગ કર્યાનો. આ તમામ ઈ-મેમા વાહનની નંબર પ્લેટના આધારે ફટકારાય છે ત્યારે વાહનચાલકોએ આ મેમાથી બચવા જુદી જુદી તરકીબ કરી છે.

કોઈ વાહનચાલકે નંબર પ્લેટને વાળી છે તો કોઈએ તોડી છે, કોઈએ પ્લેટ પર કાપડ બાંધી દીધું છે તો કોઈએ રૂમાલ લટકાવી દીધો છે જેથી કેમેરામાં નંબર પ્લેટ જ દેખાય નહીં જેથી કોઈપણ પ્રકારનો ઇ- મેમો ન ભરવો પડે. ટ્રાફિકના નવા નિયમો અમલી થયા પહેલા શહેરમાં વાહન ચાલકોમાં નિયમ મુજબ ડોક્યુમેન્ટની વ્યવસ્થા કરવા દોડધામ મચી છે.

લાઇસન્સ, પીયુસી, હેલ્મેટ, HSRP લગાવવા લોકોની લાઈનો લાગી છે.ત્યારે જે વાહનોમાં હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ લગાવી છે તેવા વાહનચાલકોને શહેરમાં ચારેબાજુ લગાવેલા કેમેરાથી નિયમભંગ કરવા બદલ દંડ સ્વરૂપે ઈ-મેમો ફટકારવામાં આવી રહ્યો છે. જો કોઈ પણ વ્યક્તિ હેલ્મેટ, લાયસન્સ, પીયૂસી વગેરે જેવા ડોક્યુમેન્ટ ના હોય તો ટ્રાફિક ના નવા નિયમ મુજબ ઇ-મેમો ભારે દંડ થઈ શકે છે. જેથી વાહન ચાલકો એ નોંધ લેવી જોઈએ.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

કેન્દ્ર સરકાર ના નવા નિયમ મુજબ HSRP વિનાના બાઇક પણ નહીં ચલાવી શકાય. HSRP વિનાના બાઇક ને પણ ભારે દંડ વસુલવો પડશે. HSRP વિના ના બાઈકને 300, કારને 500 નો દંડ ફટકારાશે HSRP ફિટ કરાવવા માટે સરકારે હાલ એક મહિનો મુદ્દત વધારી 16 ઓક્ટોબર કરી છે. પરંતુ મુદ્દત પૂરી થયા બાદ જે વાહનમાં HSRP નહીં હોય તે ટુ વ્હીલર ચાલકને રૂ. 300, થ્રી વ્હીલરને 400, કારને 500 અને અન્ય ભારે વાહનોને રૂ. 1000 નો દંડ ફટકારાશે.આમ ટ્રાફિક ના નવા નિયમ મુજબ HSRP વિના ના બાઇક પણ નહીં ચલાવી શકાય.

આ ઉપરાંત ટ્રાફિક ના નવા નિયમ ના ઇ-મેમાં થી બચવા માટે રાજકોટમાં લોકો એ ઘરગથ્થુ ઉપાયો શોધ્યા,જેના દ્વારા ભારે દંડ થી બચી શકાય.

નંબર પ્લેટ ખૂણેથી વાળી દીધી:

ટ્રાફિક ના નવા નિયમ ના ઇ-મેમો થી બચવા માટે વાહનચાલકો પોતાના વાહનની નંબર પ્લેટ એક ખૂણેથી વાળી દે છે જેથી પ્લેટમાં દર્શાવેલ ચાર આંકડા પૈકીનો એક આંકડો વળી ગયેલી પ્લેટમાં દેખાય નહીં અને ઈ-મેમો ન આવી શકે. કારણ કે કેમેરો અર્ધી નંબર પ્લેટ કેચ-અપ ન કરી શકે.આ પ્રકારે વાહન ચાલકો ઇ-મેમો થી બચવા માટે નબર પ્લેટ વાળી દે છે.

નંબર પર કાળો કલર કરી દેવાયો:

ટ્રાફિકના નવા નિયમ બહાર પાડી દેવામાં આવ્યા છે.જે વાહનચાલકો ને ખુબજ નિરાશ કરી રહ્યા છે.જેના થી બચવા માટે રાજકોટના લોકો એ નંબર પ્લેટ પર કાળો કલર કરી દે છે.રાજકોટ ના લોકોએ ટ્રાફિકના ઇ-મેમો થી બચવા માટે નંબર પ્લેટ પર કાળો કલર કરી દે છે.નંબર પ્લેટમાં ચાલકો કોઈ એક અથવા એકથી વધુ અક્ષર કે આંકડા ઉપર કાળો કલર કરી દે છે જેથી કેમરામાં આખી નંબર પ્લેટ દેખાય નહીં. ચાલકે નંબરની સિરીઝનો એક અક્ષર અને નંબરનો એક આંક ઉપર કાળો કલર કરી છુપાવી દીધું હતું.

HSRP અડધી તોડી જ નાખી:

નિયમનું પાલન કરવા કેટલાક વાહનચાલકો હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ (HSRP) તો ફિટ કરાવી રહ્યા છે પરંતુ ઈ-મેમોથી બચવા માટે અડધી પ્લેટ તોડી નાખે છે જેથી કેમેરામાં વાહનનો આખો નંબર ન દેખાય અને દંડ સ્વરૂપે ઈ-મેમો ન ભરવો પડે.આવા અસંખ્ય વાહનો પોલીસની નજરથી બચીને ફરી રહ્યા છે.અને ઇ-મેમો ન મળે તે માટે નંબર પ્લેટ તોડી નાખે છે.અને દંડ થી બચી જાય છે.

પ્લેટ આડે રૂમાલ ઢાંકી દીધો:

ટ્રાફિક ના નવા નિયમ લાગુ પાડી દેવામાં આવ્યા છે.જે ના થી બચવા માટે વાહન ચાલકો નંબર પ્લેટ પર રૂમાલ ઢાંકી દે છે.વાહનચાલકે આખી નંબર પ્લેટ ઉપર રૂમાલ ઢાંકી દીધો છે. ટ્રાફિક સિગ્નલ ઉપર કે રોંગ સાઈડમાં વાહન ચલાવવા સહિતના કોઈપણ નિયમભંગ બદલ કેમેરામાં ન ઝડપાઇ જવાય તે માટે ચાલકે આવા નુસખા કર્યા છે.

ફ્રન્ટ નંબર પ્લેટને કાપડ વીટી દીધું:

વાહનચાલકો ઇ-મેમાંથી બચવા માટે ફ્રન્ટ નંબર પ્લેટ ને કાપડ વિટી દે છે.કેમેરામાં વાહનની આખી નંબર પ્લેટ દેખાય તો જ નંબરના આધારે ઈ-મેમો જનરેટ થાય છે. અહીં વાહનચાલકે ઈ-મેમોથી બચવા માટે બાઈકની ફ્રન્ટ HSRPને અડધી કપડાથી વીંટી દીધી જેથી આખી પ્લેટ ન દેખાય.અને ઇ-મેમાં થી બચી શકાય.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker