ફરી એકવાર ગુજરાતમાં કોરોનાનું વાવાઝોડું આવ્યું.. રાજ્યમાં આજે પણ 200ની ઉપર નોંધાયા પોઝિટિવ કેસો

ભારત દેશમાં અને ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાથી ફરી ચિંતાજનક સ્થિતિ સર્જાય તેવું ભયાવહ ચિત્ર સામે આવી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 220 થી વધુ કોરોના કેસ નોંધાયા છે. જોકે ગતરોજ કરતા આજે કોરોનાના કેસો વઘુ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. જેથી હવે અમદાવાદીઓએ સાવચેત થઇ જવુ જોઇએ.

રાજ્યના આરોગ્ય વિભાગે જારી કરેલા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 નવા કેસ નોંધાયા છે. જોકે આ સમયગાળા દરમિયાન કોરોનાના કારણે આજે કોઈ દર્દીનું મોત નિપજ્યું નથી.. 24 કલાક દરમિયાન 141 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલ કુલ 1186 એક્ટિવ કેસ છે, આ બધા દર્દીઓ હાલ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી 10,946 લોકોના મોત કોરોનાના કારણે થયા છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 121 નવા કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં પણ કોરોનાના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. વડોદરા કોર્પોરેશનમાં 27 નવા કેસ નોંધાયા છે.સુરતમાં 32, ગાંઘીનગર 03, કરછ, વલસાડ, જામનગર,ખેડા, મોરબીમાં 3, નવસારીમાં 2, રાજકોટમાં 10, આણંદમાં 08 પોઝિટિવ કેસો નોંધાયા હતા..

Scroll to Top