ભારત દેશમાં અને ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે ત્યારે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 110થી વધુ કોરોના કેસ નોંધાયા છે. જોકે ગતરોજ કરતા આજે કોરોનાના કેસો ઓછા નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. જેથી હવે અમદાવાદીઓએ સાવચેત થઇ જવુ જોઇએ.
રાજ્યના આરોગ્ય વિભાગે જારી કરેલા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 નવા કેસ નોંધાયા છે. જોકે રાહતની વાત એ રહી કે આ સમયગાળા દરમિયાન કોરોનાના કારણે એક પણ મૃત્યુ ન થયું. 24 કલાક દરમિયાન 57 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલ કુલ 832 એક્ટિવ કેસ છે, આ બધા દર્દીઓ હાલ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી 10,945 લોકોના મોત કોરોનાના કારણે થયા છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 57 જ્યારે ગ્રામ્યમાં 1 નવા કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં પણ કોરોનાના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. વડોદરા કોર્પોરેશનમાં 20 નવા કેસ નોંધાયા છે.સુરતમાં 06, ગાંઘીનગરમાં 11, રાજકોટમાં 2 પોઝિટિવ કેસો નોંધાયા હતા