છેલ્લા દોઢ વર્ષથી ટોઇલેટમાં બંધ હતી પત્ની, પોલીસે દરવાજો ખોલતા જ પત્ની..

હરિયાણામાં પાણીપત માં માનવતાની તમામ મર્યાદાઓને નેવે મુકતી ઘટના સામે આવી છે. લગભગ દોઢ વર્ષ સુધી એક મહિલાને શૌચાલયમાં બંધ કરી દેવામાં આવી હતી. આરોપ છે કે મહિલાના પતિએ તેની માનસિક સ્થિતિ સારી ન હોવાનું કહીને તેને આટલા લાંબા સમય સુધી શૌચાલયમાં બંધ રાખી હતી. આ સમય દરમિયાન તેણે તેને ખૂબ માર માર્યો હતો અને તેને ખાવાનું પણ આપ્યું ન હતું.

આ કેસ વિશે જાણ થતાં મહિલા સલામતી અને બાળ લગ્ન પ્રતિબંધ અધિકારીઓએ મહિલાને તેના  પતિની કેદમાંથી મુક્ત કરી હતી. મહિલાને શૌચાલયમાંથી બહાર કાઢવામાં આવી હતી ત્યારે તેનાપહેલા ખાવા માટે નું કહ્યું હતું, ત્યારબાદ સ્નાન કરવામાં આવ્યું હતું. આટલા લાંબા સમયથી એક નાનકડી જગ્યાએ બંધ હોવાથી તે મહિલાને ઊભા રહેવું પણ ખૂબ મુશ્કેલ લાગતું હતું. શૌચાલયની અંદર બંધ હોવાથી ખૂબ ગંદા કપડામાં હતી. નબળાઈને કારણે તેના શરીરના હાડકાં દેખાતા હતા

35 વર્ષીય રામરતીના પતિ નરેશે તેને લગભગ 18 મહિના સુધી શૌચાલયમાં બંધક બનાવી રાખી હતી. તેમને દિવસમાં એકવાર ખોરાક આપવા માટે જ બહાર કાઢવામાં આવતી હતી. અધિકારી રણજીત ગુપ્તા કહે છે કે, અમને માહિતી મળી હતી કે નરેશે મહિનાઓથી તેની પત્નીને શૌચાલયમાં બંધ કરી દીધી છે. અમે તરત જ તેના ઘરે પહોંચ્યા. તે સમયે નરેશ તેના મિત્ર સાથે પત્તા રમી રહ્યો હતો. જ્યારે તેમને રામરતી વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે પોતાની પત્નીને કેદ કરવાની વાત સ્વીકારી અને પહેલા માળે શૌચાલય તરફ લઈ ગયો.

પૂછપરછમાં પતિ રમેશે જણાવ્યું હતું કે, દસ વર્ષ પહેલા તેની પત્નીના પિતા અને ભાઈનું અવસાન થયું હતું. ત્યારબાદ રામરતિ માનસિક રીતે બીમાર થવા લાગી. તે કોઈને નુકસાન ન પહોંચાડે તે માટે શૌચાલયમાં બંધ કરી દીધી હતી.

Scroll to Top