તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને બંગાળી સિનેમાની અભિનેત્રી નુસરત જહાં હાલના સમયગાળામાં પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં રહેલી છે. અભિનેત્રી અને તેના પતિ નિખિલ જૈન વચ્ચેનો અણબનાવ સામે આવ્યો છે. તાજેતરમાં, નિખિલ જૈને નુસરત જહાંના લગ્નેતર સંબંધો તરફ ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, તેના પરિવારમાં પણ અણબનાવ ચાલી રહ્યા છે. નુસરત અને નિખિલ ઘણા લાંબા સમયથી અલગ જીવન પસાર કરી રહ્યા છે. બંનેના લગ્ન સમાપ્ત થવાની આરે આવી ગયા છે. આ દરમિયાન નુસરત જહાંએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસ્વીર શેર કરી છે, જેમાં તે પોતાના બેબી બમ્પ સાથે પોઝ આપી રહી છે.
તેની આ તસ્વીરના કારણે નુસરત જહાં ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. તસ્વીર શેર કરતી વખતે નુસરત જહાને કેપ્શનમાં લખ્યું છે કે, ‘દયા બધું જ બદલી નાખે છે.’ અભિનેત્રીએ આ તસ્વીર શેર કરતાની સાથે જ વપરાશકર્તાઓએ તેને ટ્રોલ કરીને વિચિત્ર સવાલો પૂછવાનું શરૂ કરી નાખ્યું છે. એક યુઝરે નુસરત જહાંની તસ્વીર પર ટિપ્પણી કરતા તેને પૂછ્યું કે ‘બેવફાઈથી તમને શું મળ્યું?’
વાસ્તવમાં નુસરત જહાં લાંબા સમયથી તેના પતિ નિખિલ જૈનથી અલગ જીવન પસાર કરી રહી છે. બંને વચ્ચેનો વિવાદ બધાની સામે રહેલ છે. જ્યારે નુસરત જહાંની ગર્ભાવસ્થાના સમાચાર જાહેર થયા તે સમયે નિખિલ જૈને પણ ઇનકાર કર્યો હતો કે આ બાળક તેમનું નથી. તેણે અભિનેત્રીના અફેરના સમાચાર તરફ પર બધાનું ધ્યાન ખેંચ્યું હતું. નુસરત જહાંના બંગાળી ફિલ્મ અભિનેતા યશ દાસગુપ્તા સાથે અફેર હોવાના અહેવાલો સામે આવી ચુક્યા છે. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, અભિનેત્રી યશ દાસગુપ્તા સાથે વેકેશન પર પણ ગઈ હતી.
તેમ છતાં નુસરત જહાં કે યશ દાસગુપ્તા બંનેમાંથી કોઈએ આ સમાચારની પુષ્ટિ કરી નથી. યશ દાસગુપ્તને નિખિલ જૈન અને નુસરત જહાં વચ્ચેના અણબનાવનું કારણ પણ કહેવામાં આવી શકે છે. બાંગ્લાદેશની વિવાદાસ્પદ લેખક તસ્લિમા નસરીને પણ આ મામલે એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે નુસરત જહાંને નિખિલ જૈનથી છૂટાછેડા લેવાની સલાહ પણ આપી દીધી હતી.