BollywoodEntertainment

Tom Cruise એ Mission Impossible 7 માટે એટલા રૂપિયા લીધા કે જાણીને તમારી આંખો પહોળી થઈ જશે

61 વર્ષીય હોલીવુડ સુપરસ્ટાર ટોમ ક્રૂઝ આ દિવસોમાં Mission Impossible 7 લઈને હાલ ચર્ચામાં રહેલા છે. વર્ષો પછી મોટા પરદા પર Mission Impossible ની સીરીઝની સાતમી સીઝન આવી છે. જ્યારે ટોમ ક્રુઝની આ ફિલ્મે એક વખત ફરીથી બોક્સ ઓફીસ પર તહલકો મચાવી દીધો છે. તેની સાથે આ ફિલ્મને લઈને સમાચાર સામે આવ્યા છે કે, ટોમ ક્રુઝે એક્શન-થ્રીલર ફિલ્મ માટે ભારે ભરખમ રકમ લેવામાં આવી છે. ટોમ ક્રુઝ દ્વારા મિશન ઇમ્પોસિબલ – ડેડ રેકોર્નીંગ પાર્ટ 1 માટે લગભગ 100 કરોડ રૂપિયા ચાર્જ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

એક રિપોર્ટ્સ મુજબ, ટોમ ક્રૂઝની ફિલ્મ મિશન ઈમ્પોસિબલ 7 નું બજેટ લગભગ 2400 કરોડ રૂપિયા રહેલું છે. જ્યારે ટોમ ક્રૂઝે આ ફિલ્મ માટે 12 થી 14 મિલિયન ડોલર (લગભગ 98-115 કરોડ રૂપિયા) ચાર્જ કરવામાં આવ્યા છે. અહેવાલો મુજબ, ટોમ ક્રૂઝે મિશન ઇમ્પોસિબલ સીરિઝની અન્ય ફિલ્મોથી લગભગ 100 મિલિયન ડોલર અથવા 800 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મમાં ટોમ ક્રૂઝ દ્વારા જોરદાર સ્ટંટ કરવામાં આવ્યા છે.

તેની સાથે ટોમ ક્રૂઝની નેટ વર્થ 600 મિલિયન ડોલરે (અંદાજે રૂ. 5000 કરોડ) છે. આ અભિનેતા વિશ્વના સૌથી ધનિક અભિનેતાઓની યાદીમાં પણ સામેલ છે. જયારે એવું પણ કહેવામાં આવે છે કે, જો મિશન ઇમ્પોસિબલ 7 વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ખૂબ કમાણી કરે છે, તો ટોમ ક્રૂઝને તેનો જોરદાર નફો થઈ શકે છે. ટોમ ક્રૂઝના મિશન ઇમ્પોસિબલ – રેકનિંગ પાર્ટ વન ચાર દિવસમાં લગભગ 50 કરોડનું કલેક્શન ભારતમાં કરી લીધું છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker