મુંબઈમાં સેક્સ રેકેટનો મોટો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે એક પ્રખ્યાત મોડેલ અને જાણીતી ટીવી અભિનેત્રીની જુહુની એક ફાઈવ સ્ટાર હોટલમાંથી પકડાઈ છે. આ કેસમાં પોલીસે ઈશા ખાન નામની મહિલા દલાલની ધરપકડ કરી છે.
જો કે, આ કેસમાં આ બે (ટોપની મોડેલ અને ટીવી અભિનેત્રી) ને પકડવામાં આવી છે પોલીસે તેને ધરપકડ નહિ પરંતુ રેસ્ક્યુ જણાવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, પુછપરછમાં પકડાયેલ દલાલ ઈશા ખાને જણાવ્યું કે તે આ સેક્સ રેકેટ છેલ્લા ઘણા વર્ષોથી ચલાવી રહી હતી. મીડિયા હાઉસ અનુસાર ટીસીપી દત્તા નલાવડેને કોઈ એ ઈર્શા ખાન વિશે ટીપ આપી હતી, ત્યારે તેણે ક્રાઈમ બ્રાન્ચને કામે લગાડી દીધા હતા.
ઈશાની ધરપકડ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચે એક પ્લાન બનાવ્યો હતો. આ અંતર્ગત એક અધિકારીને નકલી ગ્રાહક બનાવી ઈશાને કૉલ કરાવ્યો. અધિકારીએ ઈશાને કહ્યું કે મારા અને મારા મિત્રને ટોપ મોડલ જોઈએ છે. જે બાદ ઈશાએ નકલી ગ્રાહકને વોટ્સએપ પર ઘણા ફોટા મોકલ્યા હતા.
જે પછી અધિકારીએ જે નકલી ગ્રાહક બનાવીને કૉલ કર્યો હતો તેને બે છોકરીઓ પસંદ કરી. એક જાહેરાતમાં કામ કરે છે અને બીજી ટેલિવિઝનમાં. વાત પૈસાની આવી તો બે કલાક માટે બે લાખ રૂપિયા નક્કી થયા. ઈશા દરેક છોકરી દીઠ બે કલાક માટે બે લાખ લેતી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે ઈશા પોતાની પાસે 50 હજાર રૂપિયા રાખતી હતી અને ગ્રાહક પાસે મોકલવામાં આવેલી છોકરીઓને 1.5 લાખ આપતી હતી.
નકલી ગ્રાહક બનનાર અધિકારીએ સોદો કરી લીધો. આ પછી જુહુમાં ફાઇવ સ્ટાર હોટલ બુક કરવામાં આવી હતી. ગુરુવારે રાત્રે જયારે મહિલા દલાલ અને મોડેલ અને અભિનેત્રી તે હોટલની બહાર પહોંચ્યા, ક્રાઈમ બ્રાંચની ટીમે તેમને પોતાની કસ્ટડીમાં લઇ લીધા.
રેસ્ક્યુ કરવામાં આવેલ અભિનેત્રી અને મોડેલે જણાવ્યું કે કોરોનાને કારણે કામ બંધ હતું. તેથી જ તે આ વિસ્તારમાં આવી ગઈ. પોલીસ દલાલો અને તેમની પૂછપરછ કરી રહી છે કે આ રેકેટમાં અન્ય કોણ કોણ જોડાયેલ છે.