અફઘાનિસ્તાનમાં તાલીબાન આતંક બાદ ગુજરાતના વેપારીઓની ચિંતામાં થયો વધારો, જાણો શું છે તેના પાછળનું કારણ…

અફઘાનિસ્તાન તાલીબાનના કબજામાં આવી ગયું છે. જ્યારે હવે અફઘાનિસ્તાનમાં તાલીબાન કબ્જા બાદ ગુજરાતના વેપારીઓની ચિંતામાં વધારો થયો છે. અફઘાનિસ્તાનના વેપારીઓની સાથે ગુજરાત વેપારી એસોસિએશન દ્વારા વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરવામાં આવી રહી છે

અફઘાનિસ્તાન સાથેના બેંક વ્યવહાર બંધ થવાના કારણે ભારતનું કરોડો રૂપિયાનું રોકાણ ફસાઈ ગયું છે. જ્યારે વેપારીઓ તાલિબાનોના ભયથી ખોટું બોલી રહ્યા છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 997.58 મિલિયનની આયાત-નિકાસ કરવામાં આવે છે.

જ્યારે તેમાં ભારત દ્વારા 529.84 મિલિયન જેટલી આયાત અફઘાનિસ્તાન પાસેથી કરવામાં આવે છે જે હાલ બંધ હાલતમાં છે. જેના કારણે ભારતના માર્કેટ પર મોટી અસર પડે તેવી શક્યતા છે. જેના કારણે ગુજરાતના મોટા વેપારીઓ દ્વારા અફઘાનિસ્તાનના વેપારીઓ સાથે સીધો જ વેપાર કરવામાં આવી રહ્યો છે. જેના કારણે ગુજરાતના વેપારીઓને ચિંતા વધારો થયો છે. તેની સાથે બેક વ્યવહાર બંધ હવાના કારણે કરોડો રૂપિયા સલવાઈ જવાના કારણે વેપારી દ્વારા દરરોજ અફઘાનિસ્તાનના વેપારીઓ સાથે ફોન પર વાત કરવામાં આવી રહી છે.

ખાસકરીને અફઘાનિસ્તાનથી બદામ, ડ્રાયફ્રૂટ્સ, હિંગ, કાળી દ્રાક્ષ ભારત સહિત ગુજરાતમાં મોટા પાયે લાવવામાં આવે છે. જ્યારે હવે તાલિબાન રાજ આવતા તમામ વસ્તુઓની આયાત અટકી ગઈ છે. હાલના સમયગાળા દરમિયાન ગુજરાતના વેપારીઓ દ્વારા સતત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અફઘાનિસ્તાન વેપારીઓ સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

જ્યારે અફઘાનિસ્તાનના વેપારીઓનું કહેવું છે કે, જનજીવન સામાન્ય બનવામાં થોડો સમય લાગશે. અફઘાનિસ્તાનના વેપારી પાસેથી મળેલા આ જવાબથી ગુજરાતના વેપારીના શ્વાસ અધ્ધર થઈ ગાછે. જેના કારણે હવે બદામ, ડ્રાયફ્રૂટ્સ, હિંગ, કાળી દ્રાક્ષ ભાવો નજીકના સમય વધે તેવી સંપૂર્ણ શક્યતા રહેલી છે.

Scroll to Top