યૂપીના બસ્તી જિલ્લામાંથી એક સાત વર્ષની બાળકી પર રેપ થયો હોવાની દયનીય ઘટના જોવા મળી છે. તેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, પીડિતાની માતાના પિયરમાં રહેનાર એક યુવક મોબાઈલ પર કાર્ટૂન બતાવવાના બહાને બાળકીને પોતાના ઘરમાં લઈને ગયો હતો. ત્યાર બાદ ત્યાં બાળકી સાથે દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું. જેમાં આરોપી યુવકનું નામ મોહમ્મદ અહમદ છે અને તે પીડિતાના માતાના પિયરમાં વસવાટ કરે છે. આ ઘટનાના આધારે પીડિતાની માતાએ પોલીસને ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ ફરિયાદ દાખલ કરી પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બાળકી સાથે રેપની ઘટના 10 ઓગસ્ટના રોજ બની હતી. પીડિતા પોતાના પિતાના અવસાન બાદ પોતાની માતાની સાથે તેના પિયરમાં વસવાટ કરી હતી. જ્યારે 10 ઓગસ્ટના રોજ આરોપી બાળકીને પોતાના ઘરે લઈને ગયો હતો. તેને તેની સાથે જણાવ્યું હતું કે, હું બાળકીને મોબાઈલમાં કાર્ટૂન બતાવવા માટે લઇ જવ છું. ત્યાર બાદમાં બાળકી સાથે તેને દુષ્કર્મ આચર્યુ હતું..
જ્યારે બાળકી સાથે દુષ્કર્મની ઘટના બાદ પીડિતાની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસ દ્વારા આ બાબતમાં પોક્સો સહિત કેટલીક કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદના મુજબ હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમ છતાં આરોપીની હજુ સુધી ધરપકડ કરાઈ નથી. જ્યારે તેને શોધવા માટે તપાસ ચાલી રહી છે.