GujaratInternational

દુ:ખદ ઘટના: કેનેડા-યુએસ બોર્ડર પર ગુજરાતનાં પટેલ પરિવારને મળ્યું મોત!

કેનેડામાં ભારે હિમવર્ષા થઇ રહી છે જેના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન કેનેડા-યુએસ બોર્ડર પર ચાર ભારતીયનાં ઠંડીને કારણે મોત થયાં હોવાની જાણકરી સામેં આવી રહી છે. ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે અમેરિકા સાથેની કેનેડાની સરહદ પર ચાર ભારતીયનાં મોતની નોંધ લીધી છે.

જોકે પ્રાથમિક રિપોર્ટમાં એવું કહેવાઈ રહ્યું છે કે આ ઘટનામાં એક જ પરિવારના 4 સભ્યનાં ઠંડીને કારણે મોત નિપજ્યા છે, જેમાં મૃતકોમાં પતિ-પત્ની સાથે એક 12 વર્ષની દીકરી અને 3 વર્ષનો દીકરો પણ છે. આ ઉપરાંત આ મૃતકો ઉત્તર ગુજરાતનાં પટેલ પરિવારનાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આ ઘટનાને માનવ તસ્કરી સાથે જોડાયેલો મામલો માનવામાં આવે છે. મૈનટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે એમર્સનની નજીક કેનેડા-અમેરિકા બોર્ડર પર કેનેડા તરફ બુધવારે 4 મૃતદેહ મળ્યા હતા, જેમાં બે લાશ વયસ્કોના, એક કિશોર અને એક બાળકની છે, જ્યારે લાશ મળી આવી તે સમયે ત્યાં ત્યાં માઇનસ 35 ડીગ્રી તાપમાન હતું.

સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, માનવામાં આવી રહ્યું છે કે મૃતક ભારતથી આવ્યા હતા અને કેનેડાથી અમેરિકાની સરહદમાં દાખલ થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ઘટનાની પ્રારંભિક તપાસ કરતા અધિકારીઓ અનુસાર, તમામ લોકોનાં મોત ઠંડીમાં ઠૂંઠવાઈ જવાને કારણે થયાં છે.

જણાવી દઇએ કે, આ સરહદનો ઉપયોગ યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા વચ્ચે બોર્ડર પાર કરવા માટે કરવામાં આવે છે. એક વર્ષથી બોર્ડર પાર કરવાના પ્રયાસો બંધ છે, કારણ કે રોગચાળાને કારણે સરહદ બંધ કરવામાં આવી છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker