ગુજરાત: ટ્રેનના ડબ્બામાં લટકતી હાલતમાં મળી આવ્યો 19 વર્ષીય યુવતીનો મૃતદેહ

છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાના કેસો વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો વલસાડથી સામે આવ્યો છે જ્યાં એક 19 વર્ષની યુવતીએ ટ્રેન બોગીમાં આત્મહત્યા કરી હોવાની વાતો સામે આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને કારણે સ્થાનિક પોલીસ પણ આ તપાસ માં લાગી ગઈ હતી. સૌથી નવાઈની વાત એ છે કે આત્મહત્યા કરનારી યુવતીએ પોતે જ એવી સંસ્થામાં કામ કર્યું હતું કે જેણે લોકોને આત્મહત્યા ન કરવા માટે જાગૃત કરતાં હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નવસારીના ભક્તિનગરમાં રહેતી 19 વર્ષીય માનસી શીતપ્રસાદ ગુપ્તાએ વડોદરામાં અભ્યાસ કર્યો હતો અને એક સામાજિક સંસ્થામાં કામ કર્યું હતું. પાંચ દિવસ પહેલાં તે વડોદરાથી નવસારીમાં પોતાના ઘરે રહેવા આવી હતી. પરંતુ આ દરમિયાન 3 નવેમ્બરે સંસ્થાના કામ માટે મરોલી જવાનું કહેવામાં આવતા તે ઘરેથી નીકળી ગઈ હતી. જોકે બીજા જ દિવસે ગુજરાત ક્વીન ટ્રેનના ડી-12 બોગીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. માનસીએ સામાન રાખવાની જગ્યાએ જ સ્કાર્ફ બાંધીને આત્મહત્યા કરી લીધી હતી.

મોડી રાત્રે વલસાડ રેલવે સ્ટેશન પર બપોરે 12.30 વાગ્યે ટ્રેન ખાલી થઈ ગઈ હતી ત્યારે સફાઈ કરવા આવેલા સ્ટાફે માનસીને આ હાલતમાં જોઈ હતી. ઘટનાની જાણ તરત જ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ જીઆરપી પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.વી.વ્યાસ અને રેલવે પોલીસની એફએલએલ ટીમે વધુ તપાસ આગળ ધપાવી હતી. માનસીના પિતા પણ તેમના આ પગલાથી એકદમ આશ્ચર્યચકિત છે.

Scroll to Top