ઘરેથી કાઢી મૂકવામાં આવી, આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો: પદ્મશ્રી વિજેતા ટ્રાન્સજેન્ડર મજમ્મા જોગતિએ વર્ણવી પોતાની…

દેશના ચોથા સૌથી મોટા નાગરિક પુરસ્કાર પદ્મશ્રી મેળવ્યા બાદ મજમ્મા જોગતિની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. જોગતીએ હવે પોતાના જીવનના એવા પડાવ વિશે ઉલ્લેખ કર્યો છે જે બહુ ઓછા લોકો જાણે છે. જોગતી જ્યારે 15 વર્ષની હતી ત્યારે તેના પરિવારે તેને ઘરની બહાર કાઢી મૂકી હતી. પરિવારે જોગતીને ફરી ક્યારેય ઘરે આવવા દીધી ન હતી કારણ કે કદાચ તે આ સમાજ માં સ્વીકાર્ય ન હતી. 

ઘરેથી હાંકી કાઢ્યા બાદ તેને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ભૂખ સંતોષવા માટે તેઓએ શેરીઓમાં ભીખ માંગવાનું શરૂ કર્યું. તેણે વારંવાર જાતીય સતામણીનો પણ સામનો કરવો પડ્યો હતો અને એકવાર ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. જોગતિ કહે છે કે ઝેર પીધા પછી પણ તે બચી ગઈ હતી પરંતુ તેના 20 ભાઈ-બહેનો સહિત તેના પરિવારના કોઈ પણ સભ્ય તેને જ્યાં દાખલ કરવામાં આવી હતી તે જોવા માટે હોસ્પિટલમાં પણ આવ્યા ન હતા. 

ત્યારબાદ તે જિંદગી પસાર કરવા માટે લોકનૃત્ય કરવાનું શીખ્યા હતા. ધીરે ધીરે તેઓ નૃત્યમાં એટલા નિપુણ બની ગયા કે કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ તેમને કલા પ્રદર્શન માટે સરકારી સંસ્થા કર્ણાટક જનપદ અકાદમીના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા. જોગતિ તે એકેડમીનું નેતૃત્વ કરનારી પ્રથમ ટ્રાન્સજેન્ડર છે. જોગતિએ ટ્રાન્સજેન્ડર બાળકો માટે કહ્યું કે પરિવારે મારા જેવા બાળકોને સ્વીકારવા જોઈએ. તેમની અવગણના ન કરવી જોઈએ અથવા તેમને ખૂણામાં રાખવા જોઈએ નહીં.

Scroll to Top