IndiaNews

ઓલા-ઉબર જેવી કંપની માટે સરકારની ગાઈડલાઈન, ગાઈડલાઈનથી વધુ ભાડું વસૂલી શકશે નહીં

ઓલા અને ઉબર જેવી કેબ એગ્રીગેટર કંપનીઓ પીક અવર્સ દરમિયાન ભાડામાં ઘણો વધારો કરી દે છે. પરંતુ હવે સરકારે આવી કંપનીઓ પર સકંજો કસવાની તૈયારી કરી લીધી છે. સરકારે શુક્રવારે ઓલા અને ઉબર જેવી એગ્રીગેટર કંપનીઓ પર માગ વધવા પર ભાડુ વધારવાની એક સીમા લગાવી દીધી છે.

હવે આ કંપનીઓ મૂળ ભાડાથી દોઢ ગણા કરતાં વધુ વસૂલી શકશે નહીં. સરકારનું આ પગલું એટલા માટે પણ મહત્વનું છે, કારણ કે લોકો કેબ સેવા આપતી કંપનીઓના વધારે પડતા ભાડા પર લગામ લગાવવાથી લાંબા સમયથી માગ કરી રહ્યા હતા. આ પહેલીવાર છે જ્યારે ભારતમાં ઓલા અને ઉબર જેવી કેબ એગ્રીગેટર્સને રેગ્યુલેટ કરવા માટે સરકારે દિશાનિર્દેશ જાહેર કર્યા છે.

પરિવહન મંત્રાલયે, જે ગાઈડલાઈન બહાર પાડી છે તે પ્રમાણે કેન્સલેશન ફી કુલ ભાડાના ૧૦ ટકા જ લઈ શકાશે. જે રાઈડર અને ડ્રાઈવર બંને માટે ૧૦૦ રૂપિયાથી વધુ નહીં હોય. કેબ એગ્રીગેટર્સ પર નિયંત્રણ લાવવા માટેની ગાઈડલાઈન્સ લાંબા સમયથી પેન્ડિંગ છે, જેને મંત્રાલય દ્વારા મોટન વ્હીકલ એક્ટ, ૨૦૧૯ના ભાગરૂપે જાહેર કરી હતી.

પરિવહન મંત્રાલયે જાહેર કરેલી ગાઈડલાઈન્સ પ્રમાણે, એગ્રીગેટર સાથે જોડાયેલા વ્હીકલના ડ્રાઈવરને દરેક રાઈડ પર ઓછામાં ઓછું ૮૦ ટકા ભાડું મળશે જ્યારે એગ્રીગેટરને રાઈડના બાકીના ૨૦ ટકા જ મળશે. ચાલુ વર્ષ માટે ડબલ્યુપીઆઈ દ્વારા અનુક્રમિત શહેરનું ટેક્સી ભાડુ એગ્રીગેટર સેવાનો લાભ લેનારા ગ્રાહકો માટે બેઝ ભાડુ રહેશે. ટ્રાફિક અને ઓટોમોબાઈલ પ્રદૂષણને ઘટાડવાના પ્રયાસોમાં રાજ્ય સરકાર પ્રતિબંધ ન મૂકે ત્યાં સુધી સરકારે એગ્રીગેટર્સને નોન-ટ્રાન્સપોર્ટ વ્હીકલ પૂલિંગ તરફની પણ મંજૂરી આપી છે.

ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, એક કેલેન્ડર દિવસમાં વધુમાં વધુ ચાર રાઈડ-શેરિંગ ઈન્ટ્રા સિટી ટ્રિપ અને દરેક અઠવાડિયે વધુમાં વધુ બે રાઈડ-શેરિંગ ઈન્ટ્રા-સિટી ટ્રિપની મંજૂરી આપવામાં આવશે, જેમાં એગ્રીગેટરની સાથે ડ્રાઈવરને પ્રત્યેક વાહનને જોડવામાં આવશે. કેબ એગ્રીગેટરને ૨૪ટ૭ સંચાલનની સાથે એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવાની જરૂર પડશે અને તે સુનિશ્ચિત કરવું પડશે કે એગ્રીગેટરની દિશામાં તમામ વાહન કંટ્રોલ રૂમ સાથે સતત કોન્ટેક્ટ બનાવીને રાખે. કાયદાની યોગ્ય પ્રક્રિયા મુજબ આ ડેટા રાજ્ય સરકારને ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગાઈડલાઈનમાં જણાવાયું છે કે, ગ્રાહકો સંબંધિત કોઈ પણ ડેટા ગ્રાહકની લેખિત સંમતિ વગર જાહેર કરી શકાશે નહીં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker