ત્રિપલ તલાક આપી પતિએ વાયરલ કર્યો અશ્લિલ વિડીયો, પત્નીને આઘાત લાગતા કર્યું કઇંક આવું

લખનૌથી પત્નીથી તલાક લીધા બાદ પત્નીનો અશ્લીલ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. નોંધનીય છે કે, મુસ્લિમ મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવા માટે ત્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવવામાં આવ્યો હોવા છતાં દેશના અનેક રાજ્યોમાંથી શરમજનક ઘટનાઓ સામે આવી જાય છે.

તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ત્રિપલ તલાકના એક કેસમાં તરછોડવામાં આવેલી પત્નીએ આપઘાત કરી લીધો છે. આ કેસમાં પતિએ પત્નીને ત્રિપલ તલાક આપ્યા બાદ તેનો અશ્લિલ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. જેનો આઘાત સહન ના કરી શકતા પત્ની દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, આ કેસ મુઝફ્ફરનગરના કિશનપુર ગામથી સામે આવ્યો છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આરોપી અને મહિલાના ચાર વર્ષ અગાય નિકાહ થયા હતા અને તેમનું 18 મહિનાનું બાળક પણ રહેલું છે.

જ્યારે અંદાજે ત્રણ મહિના અગાઉ પતિએ તેની 25 વર્ષિય પત્નીને ત્રિપલ તલાક આપી સંબંધ તોડી દીધો હતો. પીડિતા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તેના પતિએ તેને ત્રિપલ તલાક આપીને બાળક પણ છીનવી લીધું હતું. ત્યાર બાદ તેણે પત્નીનો એક અશ્લિલ વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ કરી દીધો હતો. જેના કારણે બદનામીના ભયથી પીડિતા દ્વારા આપઘાત કરવાનું પગલું ભરી લેવામાં આવ્યું હતું.

તેની સાથે પોલીસ હાલમાં સમગ્ર કેસની તપાસ શરુ કરી દેવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને પીડિતા દ્વારા આપઘાત કેમ કરવામાં આવ્યો. પીડિતાના પરિવાર દ્વારા એના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Scroll to Top