બનાસકાંઠાના ત્રિશૂળીયા ઘાટ પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ડ્રાઇવરની ઘોર બેદરકારી સામે આવી છે, પોલીસ એ આ ઘટના બાદ સંપૂર્ણ તાપસ પુરી કરી છે જેમાં આ ખાનગી બસ ચલાકનો ડ્રાઇવર પોતે સેલ્ફી લેતો નજરે ચડ્યો હતો. જે તસ્વીર સોસિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મુનિર વોરા ચાલુ બસે સેલ્ફી લઈ રહ્યો છે.
મુનિર વોરા નામનો આ એ જ ડ્રાઇવર છે, જેની બસને અકસ્માત નડ્યો અને અનેક લોકો મોતને ઘાટ ઉતર્યા છે. ત્યારે આ સમગ્ર મામલે હાલ દાંતા પોલીસે તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે બસનો ડ્રાઇવર હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.
મુનિર વોહર બસનો ડ્રાઇવર મૂળ આણંદ નો રહેવાસી છે, અને આ ડ્રાઇવરની બેદરકારી ના કારણે આ અક્સ્માત માં 22 જિંદગી હોમાઈ ગઈ હતી. એ જ્યારે બસ ચલાવતો હતો ત્યારે વીડિયો પણ ઉતારતો હતો એવી ચર્ચા સોસિયલ મીડિયા માં વેગ પકડ્યું છે એ વીડિયો ખૂબ વાયરલ થયો છે તમે પણ એ વીડિયો જોઈ શકો છો.
ડ્રાયવર મુનિર વ્હોરા પહેલા પણ ચાલુ બસે ટિકટોક વીડિયો બનાવી ચુક્યો છે 1 વીડિયો ના કારણે કેટલા લોકો નો ભોગ લેવાયો એવી ચર્ચા સોસિયલ મીડિયા માં થઈ રહી છે.
બનાસકાંઠાના ત્રિશુલિયા ઘાટ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ડ્રાઇવરની ઘોર બેદરકારી સામે આવી છે. પોલીસે આ ઘટના બાદ સંપુર્ણ તપાસ પુરા કરી છે જેમા આ ખામગી બસ ચાલકનો ડ્રાઇવર પોતે સેલ્ફી લેતો નજરે ચઢયો હતો.
જે તસ્વીરો સોસિયલ મિડીયામાં વાયરલ થઇ છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મુનિર વોરા ચાલુ બસે સેલ્ફી લઇ રહ્યો છે.
મુનિર વોરા નામનો આ એ જ ડ્રાઇવર છે, જેની બસને અકસ્માત નડ્યો અને અનેક લોકો મોતને ઘાટ ઉતર્યા છે. ત્યારે આ સમગ્ર મામલે હાલ દાંતા પોલીસે તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે બસનો ડ્રાઇવર હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.
દર્શનાર્થીઓની બસ પલટી જવાની દુર્ઘટનામાં ખાનગી બસના ડ્રાઈવર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડ્રાઈવર સામે IPC ની કલમ 304 મુજબ માનવવધનો ગુનો દાખલ થયો છે. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા ડ્રાઈવરની ગફલતના કારણે લોકોના જીવ ગયા હોવાનું સામે આવ્યું છે. દાંતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અંબાજી ત્રિશુલિયા ઘાટ નજીક નડિયાદની પાટિલ ટ્રાવેલ્સની બસ પલટી ખાઇ જતાં સર્જાયેલાં રક્તરંજિત અકસ્માતમાં આણંદ જિલ્લાના ખડોલ, સુંદન સહિતના ગામોના 22 હતભાગી માઇ ભક્તોના મોત નીપજ્યા હતા.
નડિયાદ આર.ટી.ઓ.કચેરીમાંથી મળતી વિગત મુજબ અકસ્માતગ્રસ્ત બસનો વીમો 28 માર્ચ-2019 ના રોજ પુરો થઇ ગયો હોવાનું RTO ની વેબસાઈટમાં જોવા મળ્યું હતું. કદાચ ત્યારબાદ વીમો રિન્યૂ કરાયો હોય તો તેનું અપડેટ નહીં કરાયું હોવા બાબતે અસમંજસની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે.
નડિયાદમાં રહેતાં ગણેશ પ્રહલાદભાઇ પાટિલ (રહે.બી/10, શ્યામ બંગ્લોઝ, બિલોદરા) ની માલીકીની પાટિલ ટ્રાવેલ્સની બસ નં. જી.જે.01.એ.ઝેડ.9795 નું રજિસ્ટ્રેશન 5 નવેમ્બર 2007 માં થયું છે. બસનું પાસિંગ પેસેન્જર 56 તથા એક ડ્રાઇવર મળી કુલ 57 મુસાફરનું કરવામાં આવ્યું છે.
બસનો રોડ ટેક્સ પણ ગઇકાલ તા.30 સપ્ટેમ્બર 2019 ના રોજ પુરો થયો હોઇ માહે 1 ઓક્ટોબરથી 7 સુધીમાં માસિક રૂ.21,000 રોડ ટેક્સ ભરી દેવાનો હોય છે, બસની ફીટનેસ 19 માર્ચ 2020 સુધીની નોંધાયેલી હોવાનું આરટીઓ વર્તુળોએ જણાવ્યું હતુ.
પરમીટ ભંગ થતો હોઇ 10 હજારનો દંડ ભરવાપાત્ર થાય
નડિયાદ આર.ટી.ઓ.કચેરી દ્વારા બસની પેસેન્જર કેપેસીટી 56 તથા એક ડ્રાઇવર મળી 57 મુસાફર માટેની પરવાનગી આપવામાં આવી છે. જેથી નિયત મુસાફર કરતાં વધુ પેસેન્જર ભર્યા હોઇ પ્રવાસી દીઠ રૂ.200 લેખે દંડ બસ માલિકે ભરવાનો થાય છે. તેમજ પરમીટ ભંગનો ગુનો બનતો હોવાથી બસ માલિકે દંડ પેટે રૂ.10 હજારની રકમ આર.ટી.ઓ.કચેરીમાં ભરવાપાત્ર બને છે, તેમ આર.ટી.ઓ. પી.જી.ગઢવીએ જણાવ્યું હતું.
મૃતદેહો લવાયા ત્યારે ગામમાં લાઈટ નહોતી
મંગળવારે સવારે જ્યારે તમામ મૃતદેહ તેમજ ઈજાગ્રસ્તોને આંકલાવ ખાતે લાવવામાં આવ્યા ત્યારે એ સમયે ખડોલ (હ) ગામમાં સવારથી જ લાઈટો ડુલ થઈ ગઈ હતી. બીજી તરફ આ બનાવની જાણ ઈજાગ્રસ્ત અને મૃતકોના સંબંધી-પરિવારજનોને થતાં તેઓ તુરંત જ આંકલાવ ખાતે દોડી ગયા હતા.
ચરોતરમાં પણ RTO ઘોર નિદ્રામાં, અકસ્માતનો ભય
અંબાજીની દૂર્ઘટનાના પગલે ચરોતરના માર્ગો પર પણ સલામતીના પ્રશ્નો સર્જાયા છે. થોડા સમય પહેલાં આ પંથકના 10 યુવકોના અકસ્માતે મોત થયા હતા. આમ RTO ની સક્રિયા સામે સવાલ ઊઠ્યા છે. આ વિડીયો અંબાજી બસ અકસ્માત થયો ત્યાર નો છે એ નક્કી થયું નથી. અમે તેની પુષ્ટિ કરતા નથી.