દુનિયામાં ક્યારેક-ક્યારેક હત્યા અને આત્મહત્યાના વિચિત્ર કિસ્સાઓ સામે આવતા હોય છે. આ વખતે એક વિચિત્ર કિસ્સો નોઇડાના રબુપુરા વિસ્તારથી સામે આવ્યો છે જ્યારે એક પત્ની પોતાના પતિથઈ એટલા હદે કંટાળી ગઈ હતી કે, તેને પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા પાછળનું કારણ હેરાન કરનારું છે. પત્ની પોતાના પતિના કબુતર પાળવાની આદતથી ખુબ જ હેરાન હતી, તેને લઈને તે વિરોધ કરતી હતી અને તેના કારણે બંને વચ્ચે ઘણી વખત ઝઘડો પર થયા કરતો હતો.
વાસ્તવમાં, રબુપુરાની રહેનાર સુરેન્દ્રના લગ્ન ૭ વર્ષ પહેલા બુલંદશહેરમાં રહેનારી ગીતાથી થયા હતા. સુરેન્દ્રને કબુતર બાજીનો શોખ હતો તેમને ઘણા બાળા કબૂતરપાળીને રાખ્યા હતા પરંતુ પતિનું કબૂતર પાળવું પત્નીને તદ્દન પસંદ નહોતું જેના કારણે બંનેમાં ઘણી વખત ઝઘડો થતો હતો. સોમવારના ફરી એક વખત કબૂતરના ઉછેરને લઈને બંને વચ્ચે મોટો વિવાદ થયો હતો. ત્યાર બાદ નારાજ ગીતાએ પંખાથી લટકાઈને આત્મહત્યા કરી લીધી હતી.
જ્યારે ઘટનાસ્થળ પર પહોંચી પોલીસે સમગ્ર બાબતની તપાસ કરી રહી છે તેની ફરિયાદ પરિવારજનોએ તેમના પતિ સુરેન્દ્રર અને પરિવારજનો સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.