T-Seriesના માલિક ભૂષણ કુમાર પર ત્રણ વખત દુષ્કર્મ કરવાનો લગાવ્યો આરોપ, આપી હતી ધમકી

T-Series સંસ્થાપક અને કેસેટ કિંગ ગુલશન કુમારના દીકરા અને ટી-સીરિઝ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમાર વિરૂદ્ધ દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો છે. આ ભૂષણ કુમાર વિરૂદ્ધ દુષ્કર્મનો કેસ મુંબઈના ડીએન નગર પોલિસ સ્ટેશનમાં નોંધાવવામાં આવ્યો છે. ભૂષણ કુમાર પર આરોપ છે કે, તેમણે ટી-સીરિઝ પ્રોજેક્ટમાં કામ અપાવવાની લાલચ આપીને એક 30 વર્ષીય મહિલાનો બળાત્કાર કર્યો હતો. જે DN નગર પોલીસે ભૂષણ કુમારની સામે આઇપીસીની કલમ 376, 420, 506ની અંતર્ગત કેસ કર્યો છે. જોકે હજુ સુધી આ કેસમાં કોઈ ધરપકડ નથી કરાઈ.

પીડિતા એ આરોપ લગાવ્યો છે કે, તેને કામ અપાવાના નામ પર 2017 ઑગસ્ટથી 2020 સુધી મહિલા પર અત્યાચાર કરવામાં આવ્યો છે. મહિલાઆ આરોપ મૂકયો છે કે ત્રણ અલગ-અલગ જગ્યા પર તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. પીડિતા એ પણ આરોપ લગાવ્યો કે, ભૂષણ કુમારે તેની તસવીરો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. સાથો સાથ ધમકી આપી હતી કે જો મેં કોઇને કહ્યું તો સારું રહેશે નહીં. પોલીસનું કહેવું છે કે અમે કેસ નોંધ્યો છે અને અત્યારે તેની તપાસ કરી રહ્યા છીએ.

ભૂષણ કુમાર માત્ર T-seriesના મેનેજિંગ ડાયરેક્ટર જ નથી પરંતુ તે અનેક મોટી ફિલ્મોમાં પ્રોડક્શન પણ સંભાળતા હતા. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ભૂષણ કુમાર વિરૂદ્ધ આ પ્રકારના આરોપો લગાવાયેલા છે. અગાઉ મીટુ મૂવમેન્ટ દરમિયાન મરીના કુંવર નામની મૉડેલે ભૂષણ કુમાર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારે આ મામલે ટૂંક સમયમાં જ ભૂષણ કુમારનું નિવેદન લેવામાં આવશે. જો કે ભૂષણ કુમાર અત્યારે મુંબઇમાં હાજર નથી. જો કે પર્સનલ લાઇફમાં ભૂષણ કુમાર પરિણિત છે. તેમની પત્ની દિવ્યા ખોસલા કુમાર બોલિવુડ ઇન્ડસ્ટ્રીઝમાં એક્ટિવ છે. દિવ્યા અને ભૂષણનો એક દીકરો પણ છે.

મરીના કુંવર: 2018માં ભૂષણ કુમાર મી-ટુનો આરોપ લગાવ્યો હતો

‘શપથ’, ‘સીઆઈડી’, અને ‘આહટ’ જેવી સીરિયલમાં કામ કરી ચૂકેલી મરીના કુંવર એક અભિનેત્રી અને મોડલ છે. તેણે 2018માં ભૂષણ કુમાર પર મી-ટુ દરમિયાન આરોપ મૂક્યા હતા.

ભૂષણ કુમાર મ્યૂઝિક કંપની ચલાવવા ઉપરાંત સુપરહિટ ફિલ્મોના પ્રોડ્યૂસર પણ રહી ચૂક્યા છે. વર્ષ 2001માં ભૂષણ કુમારે ફિલ્મ તુમ બિનનું પ્રોડક્શન કર્યું હતું. ત્યાર બાદ તેમણે ઇન્ડસ્ટ્રીઝને અનેક સુપરહિટ ફિલ્મો આપી. ભૂલ ભુલૈયા (Bhool Bhulaiyaa), આશિકી 2 (Aashiqui), સનમ રે (Sanam Re), ઓલ ઈઝ વેલ (All is Well), સરબજીત (Sarabjit), બાદશાહો (Sarabjit), તુમ્હારી સુલુ (Tumhari Sulu), ભારત (Bharat) અને સત્યમેવ જયતે (Satyamev Jayate) જેવી અનેક ફિલ્મોનું પ્રોડક્શન પણ ભૂષણ કુમારે કર્યું છે.

તમને જણાવી દઇએ કે 2018માં #MeToo મુવમેન્ટ દરમ્યાન ભૂષણ કુમાર પર એક મહિલાએ યૌન શોષણનો આરોપ મૂકયો હતો. જો કે ભૂષણ કુમારે પણ આ કેસ પર પોતાનો પક્ષ મૂકયો અને તમામ આરોપોને ખોટો ગણાવ્યા હતા. સાથો સાથ તેમણે કહ્યું કે આ બધું તેમની છબી ખરાબ કરવા માટે કરી કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન તેમની પત્ની દિવ્યા પણ ભૂષણના સપોર્ટમાં આવી હતી. આ મામલે દિવ્યાએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે T-series આજે જે મુકામ પર છે તે મારા પતિની તનતોડ મહેનતના કારણે છે. જો કે લોકો તો ભગવાન કૃષ્ણની વિરૂદ્ધ પણ ઉભા થઇ ગયા હતા. જો કે #metoo મુવમેન્ટનો ઉદ્દેશ સમાજમાં ગંદકીને હટાવાની છે પરંતુ દુ:ખદ છે કે કેટલાંક લોકો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છે.

Scroll to Top