શિક્ષક બન્યો સેતાન: ટીચર વિદ્યાર્થિનીના એકતરફી પ્રેમમાં પડ્યો અને કર્યું ના કરવાનું કામ

યુપીના શાહજહાંપુરમાં એકતરફી પ્રેમમાં એક ટ્યુશન શિક્ષકે વિદ્યાર્થિની અને તેની માતા પર છરી અને લોખંડના રોડથી હુમલો કર્યો હતો. હુમલામાં માતાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે પુત્રી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ ઘટના પોલીસ સ્ટેશન રામચંદ્ર મિશન વિસ્તારના ફતેહપુર ચુંગી વિસ્તારની છે.

50 વર્ષીય શ્યામા અને તેની પુત્રી ઇલમા ઘરની અંદરના રૂમમાં બેઠા હતા. ત્યારે અચાનક પડોશમાં રહેતો દાઉદ નામનો યુવક અચાનક ઘરમાં ઘુસી ગયો હતો. તેણે 50 વર્ષીય શ્યામાના માથા પર લોખંડના રોડ વડે માર માર્યો હતો અને છરી વડે તેની હત્યા કરી હતી. સાથે બેઠેલી પુત્રી ઇલ્મા કંઇ સમજે તે પહેલા દાઉદે તેના પર પણ છરીના ઘા ઝીંકી દીધા હતા. જ્યારે પાડોશીઓએ ઘરમાંથી ચીસો સાંભળી ત્યારે તેઓ તેમના ઘરે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં આરોપી ભાગી ગયો હતો.

જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી યુવક પીડિતાના પરિવારના પડોશમાં રહે છે. તે ઉર્દૂ ટ્યુશન શીખવવા માટે ઇલમાના ઘરે આવતો હતો. આ દરમિયાન તે ઇલમા સાથે એકતરફી પ્રેમમાં પડ્યો હતો. જ્યારે ઇલમા અને તેની માતાને આ વાતની જાણ થઈ તો તેઓએ તેનો વિરોધ કર્યો. જેનાથી નારાજ થઈને આરોપી ટ્યુશન ટીચર દાઉદે માતા-પુત્રી પર જીવલેણ હુમલો કર્યો હતો.

ઇલમાના પિતા ફહીમે જણાવ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે તે ઘરે ન હતા. કોઈ કામ માટે બહાર ગયા હતા. આરોપીએ તેનો ફાયદો ઉઠાવીને તેની પત્ની અને પુત્રી પર હુમલો કર્યો હતો. બીજી તરફ માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કેસ નોંધ્યા બાદ આરોપી દાઉદની શોધખોળ શરૂ કરવામાં આવી છે. એસપી એસ. આનંદનું કહેવું છે કે ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

Scroll to Top