Saurasthra - Kutch

કોડીનારના ડોળાસા ગામમાં પત્નીનું અવસાન થતાં પતિએ કહ્યું ‘મને પણ ભગવાન બોલાવે છે’ને 74 કલાકમાં વાત સાચી પડી

કોડીનાર તાલુકાનાં ડોળાસા ગામે કારડીયા રાજપુત સમાજમાં લાગણી ભર્યા દાંપત્ય જીવન જીવ્યા બાદ હર્યા ભર્યા પરિવારની ઉપસ્થિતીમાં પ્રથમ 85 વર્ષનાં વૃદ્ધાએ વિદાય લીધાનાં માત્ર 74 કલાક બાદ 90 વર્ષીય તેમના પતિએ પણ અનંતની વાટ પકડતા પરિવારમાં શોક છવાયો છે પણ સાથે જીવ્યા – મર્યાની ઘટના પણ સમાજ માટે પ્રેરણારૂપ બની છે.

કોડીનાર પંથકનાં ડોળાસા ગામના ભાણાભાઇ મીઠાભાઇ મોરી (ઉ.વ.90) તેમના પત્નિ એજુબેન (ઉ.વ.85)નાં 65 વર્ષનાં દામ્પત્ય જીવન ખુબ જ લાગણી સભર રહ્યું. તેમના પરિવારમાં 4 દિકરીઓ રંગાઇબેન, સમજુબેન, કાનુબેન, જેઠીબેન તેમજ 3 દિકરાઓ રામસીંગભાઇ, ગોવિંદભાઇ અને વનરાજભાઇનો સમાવેશ થાય છે. તમામ સંતાનોને વરાવી પરણાવી સામાજીક જવાબદારી સરળતાથી નિભાવી. બંનેએ પોતાના પરિવારને સંપથી એકઠો રાખી લાગણીનો સેતુ અકબંધ રાખ્યો હતો.

આ દરમિયાન એજુબેન બે માસ પહેલા અચાનક પડી જતાં પગમાં ફેક્ચર થતાં તમામ પરિવાર તેઓને સેવામાં ખડે પગે ઉભો હતો. આ દરમિયાન તા.11નાં સવારનાં અરસામાં અંજુબેનનું નિધન થતાં પરિવારમાં શોક છવાયો હતો. જેમાં સૌથી વધુ આઘાત તેમના પતિ ભાણાભાઇને લાગતા તેઓએ અન્નપાણીનો ત્યાગ કરી પરિવારજનોને કહેતા કે મને એ બોલાવે છે. આખરે વાત જાણે સાચી સાબીત થઇ અને અંજુબેનનાં અવસાનનાં માત્ર 74 કલાક બાદ જ તા.14નાં સવારે 10:30 કલાકે ભાણાભાઇએ પણ અનંતની યાત્રાએ નિકળી જતાં પરિવારજનોમાં શોક પ્રસરી ઉઠ્યો હતો. આમ બંને દંપતિએ સાથે જીવ્યા – મર્યાની ઘટના સમાજ માટે પ્રેરણારૂપ બની છે.

5 સંતાન સાથે માતાએ કૂવામાં ઝંપલાવ્યું, ‘માતાજીનું નામ લીધું એટલે જવા દીધી’: પતિ

તળાજા તાલુકાના પાંચ પીપળા ગામે સોમવારે આર્થિક ભીંસથી અને પોતાને ભૂતપ્રેત દેખાતા હોવાથી કંટાળીને એક માતાએ પોતાના પાંચ સંતાનો સાથે કૂવામાં ઝંપલાવતા ચાર સંતાનોના મોત થયા છે. જેમાં ત્રણ પુત્ર અને એક પુત્રી એમ ચારના મોત થયા છે. જ્યારે માતા અને મોટી પુત્રીનો બચાવ થયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયબ્રિગેડના જવાનોએ ત્રણ પુત્ર અને એક પુત્રીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને માતા અને મોટી પુત્રીની બચાવી લીધી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પતિ ધરમશીભાઈ રામભાઇ ભાલીયાએ આ અંગે જણાવ્યું હતું કે, તેની પત્નીએ માતાજીનું નામ લીધું એટલે મેં તેને જવા દીધી હતી. પણ તે આવું કરશે તેની ખબર ન હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનોમાં મોટી પુત્રી ધર્મિષ્ઠા, તેના બાદ પુત્રી અક્ષિતા, મોટો પુત્ર કુલદીપ, કાર્તિક અને સૌથી નાનો રુદ્ર હતા. આ બનાવમાં ધર્મિષ્ઠાનો બચાવ થયો છે. જ્યારે અક્ષિતાનો મૃતદેહ સોમવારે રાત્રે જ બહાર કાઢી લેવામાં આવ્યો હતો.સામૂહિક આપઘાતનો બનાવ સામે આવતા જ પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. રાત્રે જ મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં મંગળવારે સવાર સુધીમાં ચારેય સંતાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

મોડી રાત્રે મહિલાએ રાજપરા પાસેના પાંચ પીપળા ગામની સીમમાં તુલસીભાઈ નારણભાઇ ઈટાળીયાની વાડીમાં આવેલા કૂવામાં એક પછી એક પોતાનાં બાળકોને ફેંકી દીધા હતા અને અંતમાં પોતે પણ કૂવામાં ઝંપલાવી દીધું હતું. આ અંગેની આસપાસના લોકોને થતા દોડી આવ્યા હતા.

માતાજીના દર્શને જવાનું કહીને મહિલા ઘરેથી નિકળી હતી

ભાવનગર જીલ્લાના તળાજાના ઝાંઝમેર ગામના રહેવાસી ગીતાબેન નામની મહિલા પોતાનાં પાંચ બાળકો સાથે ગઈકાલ સાંજે(સોમવારે સાંજે) પોતાના પતિને માતાજીના દર્શન કરવા જવાનું કહીને નીકળી હતી. મોડી રાત્રે મહિલાએ રાજપરા પાસેના પાંચ પીપળા ગામની સીમમાં તુલસીભાઈ નારણભાઇ ઈટાળીયાની વાડીમાં આવેલા કૂવામાં એક પછી એક પોતાનાં બાળકોને ફેંકી દીધા હતા અને અંતમાં પોતે પણ કૂવામાં ઝંપલાવી દીધું હતું. આ અંગેની આસપાસના લોકોને થતા દોડી આવ્યા હતા.

શું કહે છે ગીતાબેન

બચી ગયેલી પાંચ સંતાનોની માતાએ જણાવ્યું હતું કે, તેઓ ખેડૂત સાથે ભાગમાં વાડી રાખીને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. બે વર્ષથી કોઇ ઉપજ ન આવતા એક દિવસ જમવાના ફાંફા પડ્યા હતા. પોતાને આંખે ઓછું દેખાતું હોવાથી બાળકોનું પણ ધ્યાન રાખી શકતા ન હતા. એટલું જ નહીં આંખ બંધ કરતા ભૂતપ્રેત દેખાતા હોવાથી ઊંઘ પણ હરામ થઇ ગઇ હતી. પોતાના મોત બાદ બાળકોનું શું થશે તેવા વિચારમાં તેણે બધાને મોતને ઘાટ ઉતારીને પોતે પણ આપઘાત કરી લેવાનું નક્કી કર્યું હતું.

પતિ શું કહે છે

પતિ ધરમશીભાઈ રામભાઇ ભાલીયાએ આ અંગે જણાવ્યું હતું કે, તેની પત્નીએ માતાજીનું નામ લીધું એટલે મેં તેને જવા દીધી હતી. પણ તે આવું કરશે તેની ખબર ન હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનોમાં મોટી પુત્રી ધર્મિષ્ઠા, તેના બાદ પુત્રી અક્ષિતા, મોટો પુત્ર કુલદીપ, કાર્તિક અને સૌથી નાનો રુદ્ર હતા. આ બનાવમાં ધર્મિષ્ઠાનો બચાવ થયો છે. જ્યારે અક્ષિતાનો મૃતદેહ સોમવારે રાત્રે જ બહાર કાઢી લેવામાં આવ્યો હતો.સામૂહિક આપઘાતનો બનાવ સામે આવતા જ પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. રાત્રે જ મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં મંગળવારે સવાર સુધીમાં ચારેય સંતાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker