બે ગુજરાતીઓએ કરી બતાવ્યું સંકલ્પપત્ર રાજ્યસભામાં પાસ કરાવ્યું અને લોકસભામાં પણ પાસ થવાનું નક્કી છે

જમ્મુ કાશ્મીરનું નાગરિકત્વ આપતાં અનુચ્છેદ 35A ને રદ કરવામાં આવ્યો. રાજ્યનું બે હિસ્સામાં વિભાજન જમ્મુ કાશ્મીર અને લદાખ કેન્દ્ર શાસિત પ્રદેશ મોડી સાંજે જમ્મુ કાશ્મીરના બંને પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા અને ઓમરની ધરપકડ

ભારતના કોઈ નવા કાર્યમાં ગુજરાતીઓનું ગણું મહત્વ હોય છે ગુજરાતીનુ હંમેશા આગળ હોય છે આ કાશ્મીરની કલમોને પાસ કરવા માટે બે ગુજરાતીઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેમનો ગણો મહત્વનો ફાળો રહેલો છે.

આઝાદીના 72 વર્ષ પછી સોમવારે કાશ્મીરને પણ આખરે બેવડા બંધારણ અને કાયદાથી આખરે આઝાદી મળી ગઈ.

રવિવારે અડધી રાત્રે જમ્મુ-કાશ્મીરમાં ત્રણેય પૂર્વ મુખ્યમંત્રીઓને નજરકેદ કર્યા બાદ કલમ 144 લાગુ કરાઈ હતી.

સોમવારે સવારે કેબિનેટ બેઠક પછી ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમમાં ફેરફારના નિર્ણયની જાણકારી સંસદમાં આપી.

તેની સાથે કલમ 35એ પણ રદ થઇ. એટલે કે હવે કાશ્મીરથી કન્યાકુમારી સુધી એક બંધારણ અને એક રાષ્ટ્રધ્વજ હશે.

કાશ્મીરમાં દેશનો કોઈપણ નાગરિક સંપત્તિ ખરીદી શકશે અને બિઝનેસ કરી શકશે. કલમ 370માં ફેરફારનો સંકલ્પપત્ર રાજ્યસભાએ પસાર કરી દીધો.

શાહે બીજું મોટું બિલ જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવા રજૂ કર્યુ.

રાજ્યસભામાં તેના પક્ષમાં 125 અને વિરોધમાં ફક્ત 61 વોટ પડ્યાં. કોંગ્રેસ-ટીએમસીએ બિલનો વિરોધ કર્યો. જોકે સપા-બસપા જેવા પક્ષ સમર્થનમાં રહ્યાં. બિલ આજે લોકસભામાં રજૂ કરાશે.

બે ગુજરાતીઓએ કરી બતાવ્યું

જય સોમનાથ બાબા વિધાનસભા ચૂંટણી સમયે શાહે 2017મા બાબા સોમનાથના આશીર્વાદ લઇને કાશ્મીરનું સરદાર પટેલનું સપનું પૂરું કર્યું.

મોદી હૈ તો મુમકિન હૈ 27 વર્ષ પહેલાં મોદીએ કહ્યું હતું આતંકીઓ કાન ખોલીને સાંભળી લે, લાલચોકમાં નિર્ણય થઇ જશે કે કોણે માનું દૂધ પીધું છે.

સરકારના 4 નિર્ણય વિશે એ બધું જે તમારા માટે જાણવું જરૂરી છે.

1 કલમ 370 બદલાઈ કાશ્મીરમાં ત્રિરંગાનું અપમાન હવે ગુનો.

પહેલા જમ્મુ-કાશ્મીરમાં ભારતીય બંધારણ લાગુ નહોતું. હવે કાશ્મીરથી કન્યાકુમારી સુધી સમગ્ર દેશમાં એક જ બંધારણ હશે.

રાજ્ય માટે અત્યાર સુધી ફક્ત સંરક્ષણ વિદેશ બાબતો અને સંચાર સંબંધિત કાયદો બનાવી શકતી હતી. તેનાથી અલગ કોઈ કાયદાને વિધાનસભામાં પસાર કરાવવું પડતું હતું પણ હવે સંસદમાં પસાર કાયદો સીધો લાગુ પડશે.

માહિતીનો અધિકાર, શિક્ષણનો અધિકાર અને કેગ જેવા કાયદા જમ્મુ-કાશ્મીરમાં પણ લાગુ થશે.

જમ્મુ-કાશ્મીરનો પોતાનો ધ્વજ હતો. સરકારી ઓફિસ પર ત્રિરંગા સાથે રાજ્યનો ધ્વજ પણ ફરકાવાતો હતો પણ હવે ત્રિરંગો જ રાષ્ટ્રધ્વજ ગણાશે. ત્રિરંગાનું અપમાન હવે ગુનો.

બંધારણની કલમ 360 હેઠળ દેશમાં નાણાકીય કટોકટી લગાવવાની જોગવાઈ છે. પહેલા આ જમ્મુ-કાશ્મીર પર લાગુ નહીં થાય. હવે જમ્મુ-કાશ્મીર પર તેના દાયરામાં આવશે. સુપ્રીમકોર્ટના આદેશ જમ્મુ-કાશ્મીરમાં સીધા લાગુ થતા નહોતા. તે માટે વિધાનસભામાં અલગથી કાયદો પસાર કરવો પડતો.

જમ્મુ-કાશ્મીરમાં બંધારણની કલમ 356 લાગુ થતી નહોતી. રાષ્ટ્રપતિ પાસે રાજ્ય સરકારને બરતરફ કરવાનો અધિકાર નહોતો. અત્યાર સુધી ત્યાં રાષ્ટ્રપતિ શાસન નહોતું, રાજ્યપાલ શાસન લગાવાતું હતું.

2 દેશની કોઈપણ વ્યક્તિ કાશ્મીરમાં સંપત્તિ ખરીદી શકશે.

કલમ-35 જ વિવાદનું મોટું કારણ હતી. તેનો આધાર કલમ 370 હતી. હવે કેમ કે કલમ 370 જ બદલાઈ છે એટલા માટે 35 એ રદ થઈ ગઈ.

અત્યાર સુધી બહારના રાજ્યના લોકો જમ્મુ-કાશ્મીરમાં સંપત્તિ ખરીદી કાયમી રૂપે વસી શકતા નહોતા. બહારના લોકોને સરકારી નોકરી કે બિઝનેસ પણ કરી શકતા ન હતા.

જમ્મુ-કાશ્મીરના લોકો પાસે બેવડી નાગરિકતા હતી. રાજ્યમાં વોટનો અધિકાર ફક્ત અહીંના કાયમી નાગરિકોનો હતો.

બીજા રાજ્યોના લોકો અહીં મતદાન કરી શકતા ન હતા અને ન તો ચૂંટણી લડી શકતા હતા. દેશનો કોઈપણ નાગરિક અહીં મતદાર કે ચૂંટણી ઉમેદવાર બની શકશે.

જમ્મુ-કાશ્મીરની મહિલાઓ રાજ્યથી બહારની વ્યક્તિ સાથે લગ્ન કરી લે તો તેમની સંપત્તિનો અધિકાર ખતમ થઈ જતો હતો.

તેમના બાળકોને પણ અહીં નાગરિકતા મળતી ન હતી. હવે મહિલાઓ પરથી પ્રતિબંધ હટશે અને તેમના બાળકોને પણ જમ્મુ-કાશ્મીરની નાગરિકતા મળી શકશે.

કાશ્મીરી મહિલા કોઈ પાકિસ્તાની સાથે લગ્ન કરે તો તેના પતિને રાજ્યની નાગરિકતા મળી જતી હતી.

જમ્મુમાં વસેલા હિન્દુ પરિવાર અત્યાર સુધી શરણાર્થી હતા. તે સરકારી નોકરી પ્રાપ્ત કરી શકતા ન હતા. શિક્ષણ સંસ્થામાં એડમિશન લઈ શકતા ન હતા પણ હવે તેમને બધા અધિકાર મળશે.

3 જમ્મુ-કાશ્મીર હવે દિલ્હીની જેમ UT, લદાખ ચંદીગઢ જેવું હશે.

જમ્મુ-કાશ્મીર વિધાનસભા દિલ્હી જેવું હશે. અહીં ઉપરાજ્યપાલ જ પ્રશાસનિક વડા હશે.

પોલીસ રાજ્યપાલને રિપોર્ટ કરશે. કાયદો-વ્યવસ્થાનો મામલો કેન્દ્ર પાસે રહેશે. જમીનનો અધિકાર વિધાનસભા પાસે.

લદ્દાખમાં ઉપરાજ્યપાલ હશે. પણ જ્યાં ચંદીગઢ જેવી વ્યવસ્થાની તર્જ પર વિધાનસભા નહીં હોય.

કારગિલ, દ્રાસ અને બટાલિક સેક્ટર લદ્દાખમાં હશે. સીમાંકનમાં જમ્મુની સીટ વધશે, કાશ્મીરની ઘટશે.

4 જમ્મુ-કાશ્મીરમાં 10% અનામત પર રાજ્યસભાની મોહર,આવકનો માપદંડ વાર્ષિક 8 લાખ રૂપિયા.

રાજ્યસભામાં કોંગ્રેસના ચીફ વ્હીપ ભુવનેશ્વર કલીતાનું રાજીનામું.

કલમ 370 અંગે કોંગ્રેસના વલણની વિરોધમાં રાજ્યસભામાં પક્ષના ચીફ વ્હીપ ભુવનેશ્વર કલીતાએ રાજીનામું આપી દીધું.

તેમણે કહ્યું કે ‘પક્ષે મને રાષ્ટ્રના મુડની વિરુદ્ધ વ્હીપ જારી કરવાનો આદેશ આપ્યો હતો. પક્ષ પોતાના વિનાશ તરફ વધી રહ્યો છે. હું તેમાં મારું યોગદાન આપી શકું નહીં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top