CrimeNews

ઝારખંડમાં બે છોકરીઓએ કેરીના ઝઘડાંમાં 6 વર્ષની બાળકીની કરી દીધી હત્યા

એક છોકરીની કેરી ખાવાની ઇચ્છા તેના મૃત્યુનું કારણ બની ગયું છે. અને તે પણ ઉંમરમાં થોડીક જ મોટી બે છોકરીઓના હાથે મરી ગઈ છે. જેઓ ઉમરથી થોડી મોટી હતી! આ ઘટના ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાની છે. મળતી માહિતી મુજબ 9 અને 12 વર્ષની બે બહેનોએ તેના પડોશમાં રહેતી 6 વર્ષની બાળકીનો જીવ એક મામૂલી નાના ઝઘડાને કારણે લઇ લીધો છે. પકુઆ બેડા ગામમાં આ ઘટના ગત ગુરુવારે બન્યો હતો, જ્યારે એક 6 વર્ષીય માસૂમ બાળકી બગીચામાંથી કેરી તોડવાનો પ્રયાસ કરી રહી હતી, જે આરોપી બાળકીઓના પરિવારની હતી.

સમાચાર મુજબ ગત ગુરુવારે એક જ વિસ્તારમાં રહેતી છોકરીઓ વચ્ચે ઝઘડો ત્યારે શરૂ થયો હતો, જ્યારે એક નાની બાળકીએ કેરીના બગીચામાંથી ફળ લેવાનો પ્રયાસ કર્યો હતો. બે બહેનોએ તેને એટલા માટે રોકી કારણ કે તે બગીચો તેમના પરિવારનો હતો. બાળકોનો આ ઝઘડો એટલો વધી ગયો કે બે બહેનોએ આ નાની 6 વર્ષની બાળકીનું ગળું દબાવી દીધું. થોડા સમય સુધી ગળું દબાવીને કારણે બાળકીનું મોત થયુ હોવાનું જણાવવામાં આવ્યું હતું.

આ ચોંકાવનારી ઘટના અંગેની માહિતી મળ્યા પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ આરોપી બાળકીઓને કસ્ટડીમાં લઇ રિમાન્ડ હોમ પર મોકલી દેવામાં આવી હતી. તેમની પર IPC ની કલમ 302 હેઠળ હત્યાનો અને કલમ 201 હેઠળ ગુનાના પુરાવા નાશ કરવા બદલ આરોપ લગાવીને ગુનો નોંધવામાં આવ્યો છે. રિપોર્ટ્સમાં પોલીસના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે જ્યારે બંને બહેનોએ બાળકી પર હુમલો કર્યો હતો, ત્યારે તે બગીચામાંથી કેરી તોડી રહી હતી કે નહીં.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker