રાજકોટમાં 14 વર્ષની સગીરા પર ફ્રેન્ડશીપ કરવાનું કહી બે વખત ગેંગરેપ, બેની ધરપકડ, એક ફરાર

રાજકોટ: રાજકોટમાં 14 વર્ષની સગીરા પર બબ્બે વખત ગેંગરેપ થયો હોવાની ફરિયાદ ભકિતનગર પોલીસમાં નોંધાતા ખળભળાટ મચી ગયો છે. જો કે પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે અને હજુ એક આરોપી ફરાર છે. શહેરના ભકિતનગર વિસ્તારમાં 14 વર્ષની સગીરા પર સુરેશ ઉર્ફે સુરો મોહન પરમાર અને સમીર અનવર ખલીફા નામના બે શખ્ખોએ બબ્બે વખત દુષ્કર્મ કર્યું હોવાનુ પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું.

ફ્રેન્ડશીપ કરવાનું કહી કારાખાને બોલાવી હતી

પીડિતાએ ફરિયાદમા લખાવ્યું હતું કે મને સુરા સાથે ફ્રેન્ડશીપ કરવી છે તેવુ કહ્યું હતું અને મે હા પણ પાડી હતી. જો કે મને કારખાને બોલાવી હતી અને હું ગઇ હતી ત્યારે આ બે વ્યકિત સિવાય અફઝલ નામનો વ્યકિત પણ હતો. પીડિતા કારખાનામાં ગઇ પછી મદદગાર અફઝલે બહારથી તાળુ મારી દીધું હતું અને સુરો અને સમીર પીડિતા પર દુષ્કર્મ કર્યું હતું અને કોઇને કહેશે તો મારી નાખવાની ધમકી આપી હતી. આ વાત બે મહિના પહેલા બની હતી. ડરના લીધે પીડિતાએ કોઇને કહ્યું નહીં પરંતુ થોડા દિવસ પછી વળી બન્નેએ ધમકાવી પીડિતાને કારખાને બોલાવી માર મારી રૂમમાં પૂરી દઇ ફરી વખત દુષ્કર્મ આચર્યું હતું. જો કે પીડિતાએ હવે હિંમત કરી પરિવારને વાત કરી હતી અને વાત પોલીસ મથક સુધી પહોંચી હતી.

ગેંગરેપનો ગુનો દાખલ

પોલીસે હાલ બે આરોપી પર ગેંગરેપનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે, વધુ એક મદદગાર આરોપીને ઝડપી લેવાની કાર્યવાહી ચાલુ છે. ગણતરીના કલાકોમાં તે પણ ઝડપાઇ જશે તેવું પોલીસ કહી રહી છે. હાલ પીડિતાનું મેડિકલ ચેક અપ અને સ્થળ તપાસ સહિતની તપાસ ચાલુ હોવાનું પોલીસ જણાવી રહી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top