સુરતઃ મફતમાં ચા ન આપતા, 10 વાગે જ દુકાન બંધ કરાવે છે પોલીસ, જુઓ દાદાગીરીની તસવીરો

રતના ઉધના વિસ્તારમાં પોલીસને મફતમાં ચા ન આપવાના કારણે ઉધના પોલીસ રાત્રના 10 વાગે જ હોટલને બંધ કરાવવા માટે પહોંચી જાય છે.

સુરતમાં પોલીસની દાદાગીરીના કિસ્સાઓ વધતા જતા હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં છાસવારે આવા કિસ્સાઓ બની રહ્યા છે. આવો જ એક કિસ્સો સુરતમાં ફરીવાર બન્યો છે. મળતી માહિતી પ્રમાણે સુરતના ઉધના વિસ્તારમાં પોલીસને મફતમાં ચા ન આપવાના કારણે ઉધના પોલીસ રાત્રના 10 વાગે જ હોટલને બંધ કરાવવા માટે પહોંચી જાય છે. પોલીસની હોટલ માલિક ઉપર આવી દાદાગીરી છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહી છે. હોટલ માલિક પાસે સાત્રે એક વાગ્યા સુધી હોટલને ચાલુ રાખવા માટેનુંલાયસન્સ હોવા છતાં પણ પોલીસ પોતાની મનમાની કરી રહી છે. પોલીસ માત્ર મફતની ચા લેવા માટે જ દાદાગીરી કરતી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે સુરતના ઉધના વિસ્તારમાં ચાની એક હોટલ ઉપર શુક્રવારે રાત્રે 10 વાગ્યાના અસરામાં પોલીસનો કાફલો પહોંચી ગયો હતો.

ડઝન જેટલા પોલીસ કર્મચારીઓ હાથમાં દંડા સાથે હોટલ ઉપર પહોંચીને દાદાગીરી કરવા લાગ્યા હતા.

ઉધના પોલીસે હોટલ માલિક સાથે દાદાગીરી કરીને હોટલ બંધ કરાવી હતી.

ઉલ્લેખનીય છે, કે હોટલ માલિક પાસે રાત્રે એક વાગ્યા સુધી હોટલ ચાલુ રાખવાનું લાયસન્સ છે.

પરંતુ પોલીસ છેલ્લા ત્રણ મહિલાથી આ હોટલ માલિક સાથે સત્તાનો દુરુપીયોગ કરીને દાદાગીરી કરે છે.

રાતના એક વાગ્યુ સુધીનું લાયસન્સ હોવા છતાં પોલીસ 10 વાગે જ હોટલ બંધ કરાવી દે છે.

ઉલ્લેખનીય છે કે, થોડા મહિનાઓ પહેલા સુરતની વરાછા પોલીસે જ્યુસની દુકાનના માલિકને માર મારવા લાગી હતી. પોલીસ ગ્રાહકોને પણ મારવા લાગતી હતી.

આ સમયે પોલીસ જ્યુસના દુકાનદાર પાસેથી એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. પોલીસ સ્ટેશનને રંગવા માટે પોલીસ તેની પાસે એક લાખ રૂપિયાની માંગણી કરી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top