તમારા આધાર કાર્ડ નો આ રીતે થઈ શકે છે દૂરૂપયોગ, જાણો વિગત

UIDAI એ ગુરૂવારે આધારનો ડેટા લીક કરવાની આશંકાથી ઈન્કાર કર્યો હતો, પરંતુ તેના એક દિવસ બાદ અમેરિકાના વ્હિસિલ બ્લોઅર એડવર્ડ સ્નોડેને આધાર ઓથોરીટી UIDAI ના વિપરીત નિવેદન કરતાં સૌને ચોંકાવી દીધા છે.

સ્નોડેને કહ્યું કે, UIDAI દ્વારા બનાવેલા આધારની ડિટેલનો ખોટો ઉપયોગ કે દુરૂપયોગ થઈ શકે છે. બજફિડની રિપોર્ટ પર સીબીએસના એક પત્રકાર જેક વિટેકરના ટ્વિટનો ઉલ્લેખ કરી સ્નોડેને કહ્યું, લોકોની ખાનગી જાણકારી અને રેકોર્ડ સંભાળીને રાખવા સરકાર માટે સ્વાભાવિક પ્રવૃત્તિ હોય છે, પરંતુ ઈતિહાસ સાક્ષી છે કે કાયદો ગમે તેવો હોય તેનો દુરુપયોગ કે ઉલ્લંઘન થાય છે.

આ પહેલા વિટેકરે કહ્યું હતું, બજફિડના અહેવાલ અનુસાર આઈસીવાઈએમઆઈ એક રાષ્ટ્રીય આઈડી ડેટાબેઝ છે, જેમાં ભારતના લગભગ 1.2 અરબ લોકોની ખાનગી માહિતી ઉપલબ્ધ છે. જેનો દુરૂપયોગ થઈ રહ્યો છે. લોકોની ખાનગી રેકોર્ડના એડમિન એકાઉન્ટ બનાવવામાં આવી રહ્યાં છે અને તેનું વેચાણ પણ થઈ શકે છે. કારણકે બીજી વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે.

ગુરૂવારે આધાર ઓથૉરીટી UIDAI એ આધારનો ડેટા લીક થવાની આશંકાથી ઈન્કાર કર્યો હતો. એક મીડિયા રીપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે 500 રૂપિયામાં કરોડો આધારધારકોની સંપૂર્ણ માહિતી મેળવી શકાય છે. આધાર ઓથૉરીટીએ આવાં મીડિયા અહેવાલને ફગાવ્યા હતાં. UIDAI એ કહ્યું હતું કે, રિપોર્ટમાં તથ્યોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. સાથે ભરોસો અપાવ્યો હતો કે આધાર ડિટેલ સુરક્ષિત છે અને તેમાં કોઈ પણ પ્રકારના ડેટાની ચોરી થશે નહીં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top