ઉઝબેકિસ્તાનના પ્રવાસ જતાં પહેલાં મુખ્યમંત્રી રૂપાણીએ તેમના ધનિક મિત્રોને ફોન કરીને કહ્યું એવું, જે જાણીને તમે પણ ચોંકી જશો

મુખ્યમંત્રી રૂપાણી આજે સવારથી પ્રવાશે રાવણ થયાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઉઝબેકિસ્તાન જવા રવાના થયા છે. ઉઝબેકિસ્તાનમાં યોજાનાર સમિટમાં તેઓ ગુજરાત ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેશે.

તેમના પાંચ દિવસના પ્રવાસ દરમિયાન ઉઝબેકિસ્તાનમાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ અને ગાંધી સ્ટ્રીટનું લોકાર્પણ થશે.મુખ્યમંત્રી વિજય રૂપાણી 19 થી 23 ઓક્ટોબર સુધી 5 દિવસ માટે ઉઝબેકિસ્તાન જવા રવાના થયા છે. મુખ્યમંત્રીની સાથે 45 થી વધુ લોકોનું પ્રતિનિધી મંડળ જોડાયું છે.

જેમાં ઉદ્યોગકારો અને પ્રગતિશીલ ખેડૂતોનો સમાવેશ થાય છે. ઉઝબેકિસ્તાનમાં યોજાનાર સમિટમાં મુખ્યમંત્રી બિઝનેસ ડેલિગેટ્સ સાથે ઉપસ્થિત રહેશે. ગુજરાત આ સમિટમાં ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેશે.

આ ઉપરાંત ઉઝબેકિસ્તાનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નામે ત્યાંની સ્ટ્રીટનું નામકરણ થાય તેવું પણ આયોજન કરાયું છે. તેમજ સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ અને ગાંધી સ્ટ્રીટનું લોકાર્પણ થશે. આ ઉપરાંત જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની ઉઝબેકિસ્તાનમાં પોતાની ફેક્ટરી પણ શરૂ કરી રહી છે, જેનું ખાતમુહૂર્ત થશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ઉઝબેકિસ્તાન ખૂબ વિકાસ કરવા ઝંખે છે. ત્યાંના પ્રેસિડેન્ટે સમિટ માટે ગુજરાતને આમંત્રણ આપ્યું હતું. ગુજરાત આ સમિટમાં ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેશે.

આ સમિટમાં અલગ અલગ યુનિવર્સિટી અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિની મિટીંગ યોજાશે. બી-ટુબીની બેઠક પણ થશે. આ ઉપરાંત જે ક્ષેત્રમાં સહમતિ સધાશે તે ક્ષેત્રમાં MOU થશે.

મહત્વનું છે કે ગુજરાતમાં યોજાયેલી ગત વાયબ્રન્ટ સમિટમાં ઉઝબેકિસ્તાન ગુજરાત સાથે કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાયું હતું. અત્યારે મુખ્યમંત્રી ની એક વાત ખુબજ ચર્ચા માં આવી રહી છે જે માં એવું કેહવાઈ છે કે રૂપાણી એ તેમના મિત્રો ને ફોન કરીને સાથે આવવા જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યના ઉદ્યોગ પતિઓની સાથે શનિવારની સવારથી પાંચ દિવસ માટે ઉઝબેકિસ્તાનના પ્રવાસે જઈ રહ્યા છે. આ ટુર માટે 50 સીટરનું ચાર્ટરપ્લેન ભરાય એટલા ડેલિગેટ ન મળતા છેલ્લી ઘડીએ સ્વંય ઝ્સ્ને ઉદ્યોગપતિ મિત્રોને ફોન કરીને ‘ઉઝબેકિસ્તાન આવવુ છે’ તેમ કહેવુ પડયું હતુ. ટોચના અધિકારીના કહેવા મુજબ સામાન્ય રીતે મુખ્યમંત્રીની ફોરન ટુરની વ્યવસ્થા ઈન્ટેક્ષ્ટ-બી દ્વારા થતી હોય છે.

પરંતુ, ઉઝબેકિસ્તાનના પ્રવાસ માટે એસોચેમને કામ સોંપતા દોઢ-બે લાખની ટૂર છ લાખે પહોંચતા મોટાભાગના ડેલિગેટ છેલ્લી ઘડીએ ફસકી જતા સરકાર મુશ્કેલીમાં મુકાઈ હતી. આ પ્રવાસના બ્રિંફિંગ માટે CM હાઉસમાં શુક્રવારે હાઈલેવલ મિટિંગ મળી ત્યારે 50 સીટના પ્લેનમાં એક પ્રવાસી ઘટતો હતો.

મિટિંગમાં એગ્રિ.કોર્પોરેશનના સ્ડ્ઢ રંધાવાએ ઉઝબેકિસ્તાનમાં કોલ્ડ સ્ટોરેજ માટે મોટો સ્કોપ હોવાનું કહેતા મુખ્યમંત્રીએ કોલ્ડ સ્ટોરેજ ધરાવતા ઉદ્યોગપતિને ફોન કરીને ‘ઉઝબેક આવવુ છે’ તેમ પૂછીને ‘તૈયાર થઈ જા, દોઢ- બે લાખ ખર્ચ થશે’ એમ કહ્યું હતું.

જો કે, સામે બેસલા ઉદ્યોગ કમિશનર રાહૂલ ગુપ્તાએ ‘સાહેબ છ લાખ થશે’ તેમ કહેતા રૂપાણી ચોંકી ઉઠયા, મિત્ર સાથે ચાલુ ફોને CMએ પૂછયું આટલા બધા શેના તો ગુપ્તાએ ‘ચાર લાખ ટિકિટ ભાડાના (એરફેર) અને બે લાખ હોટલ હયાતમાં રોકાવાના’ તેમ કહેતા જ રૂપાણીએ મિત્રને ફોન કટ કરીને જસદણમાં જિનિંગનું કામ કરતા બીજા મિત્રને ફોન કરીને સાથે આવવા કહ્યું હતું આ ધબા ધબી વચ્ચે 24 કલાકમાં વિઝા કેમ થશે તેનો ચણભણાટ ચાલતો હતો ત્યાં ઉદ્યોગ અગ્રસચિવ મનોજ દાસે ઈ-વિઝા થઈ જશે તેવી ટાપસી પૂરતા 10-12 મિટિંગથી અંધાધુંધી જોઈ રહેલા CMO ના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે. કૈલાશનાથને ‘24 કલાકમાં પોલિટીકલ ક્લિયરન્સ ક્યાંથી લાવશો.

તેમ કહેતા મુખ્યમંત્રીએ મિત્રોને ફોનાફોની બંધ કરવી પડી હતી. કૃષિ વિભાગના ACS પૂનમચંદ પરમાર, ઈન્ડેક્ષ્ટ-બીના નિલમ રાની સહિતના સિનિયર સેક્રેટરીઓની હાજરીમાં CM હાઉસમાં સર્જાયેલી આ અંધાધુંધીએ સેક્રેટરીએટમાં ભારે ચર્ચા જગાવી છે. અને એટલા માટેજ આ મુદ્દો ખુબજ વાઇરલ થઈ રહ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top