નિરવ મોદીને હવે ટૂંક સમયમાં લાવવામાં આવશે ભારત, બ્રિટનના ગૃહ મંત્રાલયે આપી મંજૂરી

પ્રખ્યાત અને ભાગેડુ હીરાના વેપારી નિરવ મોગીને હવે ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે. તે છેલ્લા ઘણા સમયથી લંડનમાં હતો પરંતુ હવે તેને બ્રિટનના ગૃહ મંત્રાલય દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. જેથી તેને ટૂંક સમયમાં હવે ભારતમાં લાવવમાં આવશે. આ મામલે બ્રિટનની વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી.

આ સુનાવણી દરમાયન કોર્ટ તરફથી તેને ભારતમાં મોકલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જજ તરફથી એવું કહેવામાં આવ્યું કે ભારતમાં નિરવ મોદી સામે જે પણ કેસ ચાલી રહ્યા છે. તેમા તેણે જવાબ આપવો પડશે. સાથેજ કોર્ટમાં પણ એ વાત સાબિત થઈ કે તેની સામે પર્યાપ્ત માત્રામાં પુરાવાઓ છે.

જોકે 2 વર્ષથી આ કેસ ચાલી રહ્યો હતો. જેનો નિર્ણય છેક અત્યારે લેવામાં આવ્યો છે. બ્રિટનની કોર્ટના જજ દ્વારા એવું કહેવામાં આવ્યું કે નીરવ મોદીને જો ભારત મોકલવામાં આવશે તો એવું ત્યા પણ તેની સામે કેસ ચાલી શકે છે. તેના વકીલે એવું કહ્યું હતું કે તેની માનસીક સ્થિતી ઠીક નથી પરંતુ તેની આ દલીલને કોર્ટ દ્વરા ફગાવી દેવામાં આવી છે.

જજ દ્વારા એવું કહેવામાં આવ્યું કે તેને કોઈ પણ પ્રકારની પરેશાની હોય તેવું નથી લાગી રહ્યું. કોર્ટે પણ મુંબઈની આર્થર રોડ જેલની બેરેક નંબર 12ને નીરવ મોદી માટે બરાબર ગણાવી છે. નીરવ મોદી સામે 19 માર્ચના રોજ મની લોન્ડ્રિંગ, પુરવાઓ સામે છેડછાજ અને સાક્ષીઓને ડરવવાનો આરોપ લાગ્યા હતા. જે આરોપો બ્રિટનની કોર્ટ દ્વારા પણ માનવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના પ્રિઝન ડેપાર્ટમેન્ટ દ્વારા 2019માં લંડનની કોર્ટમાં બેરેક નંબર 132 મુદ્દે જાણકારી આપવામાં આવી હતી. જે મામલે પ્રિઝન ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે નીરવ મોદીને જ્યા પણ રાખવામાં ત્યા સિક્યુરીટીની વ્યવસ્થા પણ પુરતી રાખવામાં આવશે. સાથેજ તેને બધીજ પ્રકારની મેડિકલ ફેસિલિટી પણ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે અગાઉ ઓગ્સટ 2020માં વેસ્ટમિન્સ્ટરે કોર્ટ બેરેક નંબર 12નો વીડિયો જોયા બાદ નીરવ મોદીને ભારત લાવવાની મંજૂરી આપી હતી. પરંતુ નીરવ મોદીની એવી દલીલ હતી કે તે માનસીક રીતે સ્થિર નથી સાથેજ તેણે એવું પણ કીધું હતું કે જો તેને ભારતમાં મોકવામાં આવશે તો તે સુસાઈડ કરી લેશે. પરંતુ આ મામલે કોર્ટે કહ્યું કે બેરેક નંબર-12માં સુસાઈડ કરવાના કોઈ ચાન્સ નથી.

Scroll to Top