હું દેશની પ્રથમ ટોપલેસ પ્રધાનમંત્રી બનીશ, યુવતીના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર ચર્ચાઓએ જોર પકડ્યું

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

યુનાઈટેડ કિંગડમની એક યુવતી દ્વારા એક એવું નિવેદન આપવામાં આવ્યું છે જેની સોશિયલ મીડિયા પર ખૂબ જોરશોરથી ચર્ચા કરવામાં આવી રહી છે. 31 વર્ષીય ક્લાઇમેટ એક્ટિવિસ્ટ લૌરા એમ્હર્સ્ટે જણાવ્યું છે કે, તે યુનાઇટેડ કિંગડમની પ્રથમ ટોપલેસ વડાપ્રધાન બનશે. લૌરા એમહર્સ્ટ છેલ્લા ઘણા મહિનાઓથી લોકોને ક્લાઇમેટ ચેન્જથી વાકેફ કરવા માટે ટોપલેસ પ્રદર્શન કરી રહી છે.

ડેલી સ્ટારમાં પ્રકાશિત થયેલ એક રિપોર્ટ મુજબ, લૌરા એમહર્સ્ટ અત્યારે પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરી રહી છે. લૌરા એમહર્સ્ટે જણાવ્યું છે કે, હું યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન બોરિસ જોનસન કરતાં વધુ સારી સરકાર ચલાવી શકું છું. મને રાજનીતિ વિશેમાં બોરિસ જોહ્ન્સનથી વધુ જાણ છે.

લૌરા એમહર્સ્ટે જણાવ્યું છે કે, આ વર્ષે ગ્રેજ્યુએશનના અભ્યાસમાં મારું છેલ્લું વર્ષ છે. હવે હું આગળ જઈને રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરીશ. હું વડાપ્રધાન બનવાનું પસંદ કરીશ. વડાપ્રધાન બનીને પણ હું ટોપલેસ રહીશ. હું અન્ય લોકોથી થોડી અલગ જોવા મળીશ.

તેણે વધુમાં જણાવ્યું છે કે, મને નથી લાગતું કે, પોતાની વાત કહેવા માટે લોકો વાંધો ઉઠાવશે. હું રાજનીતિમાં મોટો ફેરફાર લાવવા માંગુ છુ અને હું આ કરીને જ રહીશ. તમને જણાવી દઈએ કે, ઇસ્ટ સસેક્સમાં લોરા એમહર્સ્ટે પ્રથમ વખત ટોપલેસ થઈને પ્રદર્શન કર્યું હતું.

લૌરા એમહર્સ્ટે જણાવ્યું છે કે, ટોપલેસ થઈને પ્રદર્શન કરવાથી મારા માતા હેરાન છે. પરંતુ તો પણ તે મારો સપોર્ટ કરી રહી છે. માતાએ જણાવ્યું છે કે, કંઈપણ થઈ જાય પ્રદર્શન કમજોર બનવું ના જોઈએ. મને લાગે છે કે, હું રાજનીતિમાં રેકોર્ડ બનાવીશ.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો