યુક્રેને રશિયન સૈનિકોની માતાઓને બોલાવી, કહ્યું- ‘તમારા દીકરાઓને કિવથી લઈ જાઓ’

યુક્રેન અને રશિયા વચ્ચે સતત યુદ્ધ ચાલુ છે. જ્યાં બંને દેશોની સેનાઓ સામસામે આવી ગઈ છે. આ સાથે જ બંને દેશો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર પણ ચાલી રહ્યો છે. હવે યુક્રેને કહ્યું છે કે યુદ્ધના મેદાનમાં કેદી બનેલા રશિયન સૈનિકોને તેમની માતા લઈ જઈ શકે છે. યુક્રેનનું આ નિવેદન મોસ્કોને શરમમાં મૂકવાનો સ્પષ્ટ પ્રયાસ છે.

એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘કેદી બનાવવામાં આવેલા રશિયન સૈનિકોને તેમની માતાઓને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જો તેઓ કિવમાં તેમને લેવા માટે આવે તો.’

યુક્રેનનો દાવો- લગભગ 5840 રશિયન સૈનિકોના મોત

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યુક્રેનના વિદેશ મંત્રાલયે ઈન્ફોગ્રાફિક ટ્વીટ દ્વારા 2 માર્ચ સુધીના આંકડા જાહેર કર્યા છે, જે મુજબ યુક્રેનમાં લગભગ 5840 રશિયન સૈનિકો માર્યા ગયા છે. સાથે જ રશિયાના 30 એરક્રાફ્ટ પણ નષ્ટ કરવામાં આવ્યા છે. યુક્રેને રશિયાને આક્રમક ગણાવ્યું છે અને કહ્યું છે કે યુદ્ધમાં રશિયાએ 31 હેલિકોપ્ટરને નુકશાન થયું છે. રશિયાના 211 ટેન્ક પણ નષ્ટ થયા છે. આ સિવાય રશિયાના 60 ટ્રેક, 3 યુએવી ડ્રોન, 1 એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ સિસ્ટમને પણ નુકશાન થયું છે.

યુક્રેન અનુસાર, રશિયાના 862 સશસ્ત્ર વાહનોને પણ નુકસાન થયું છે. આ સિવાય યુદ્ધમાં 85 શસ્ત્રો, 40 ગ્રેડ સિસ્ટમ, 355 અન્ય વાહનો પણ યુદ્ધનો ભોગ બન્યા છે. આ સિવાય યુક્રેનનો એવો પણ દાવો છે કે રશિયાએ 2 યુદ્ધ જહાજ પણ ગુમાવ્યા છે. આ સાથે યુક્રેને 9 એન્ટી એરક્રાફ્ટ વોરફેર સિસ્ટમને પણ નષ્ટ કરી નાખી છે.

 

Scroll to Top