Ukraine Russia war: યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું- હુ મારો દેશ છોડી ભાગીશ નહીં

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી રાજધાની કિવ છોડીને જતા રહ્યા હોવાના અહેવાલો છે. આ પછી રાષ્ટ્રપતિએ પોતે એક વીડિયો જાહેર કરીને કહ્યું કે તેઓ તેમના દેશ યુક્રેનમાં છે. તેમણે કહ્યું કે તે કિવમાં ઉભા છે અને યુક્રેનનો બચાવ કરી રહ્યા છે.

દેશ છોડીને ભાગી જવાની અફવાઓને નકારી કાઢી

દેશ છોડીને ભાગી જવાની અફવાઓને રદિયો આપતા ઝેલેન્સકીએ કહ્યું કે અમે કિવમાં છીએ અને યુક્રેનનો બચાવ કરી રહ્યા છીએ. વીડિયોમાં તેઓ તેમના સલાહકારો અને વડાપ્રધાનથી ઘેરાયેલા જોવા મળે છે. આ વીડિયો મોડી રાત્રે શૂટ કરવામાં આવ્યો હતો.

પહેલા પણ વીડિયો જાહેર કરી ચૂક્યા છે

તમને જણાવી દઈએ કે યુદ્ધ શરૂ થયા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિનો આ બીજો વીડિયો છે. આ પહેલા ઝેલેન્સકીએ એક વીડિયો જાહેર કરીને ભાવનાત્મક અપીલ કરી હતી. તેમણે કહ્યું કે ‘હું મારો પરિવાર અને મારા બાળકો બધા યુક્રેનમાં છીએ. તેઓ દેશદ્રોહી નથી, તેઓ યુક્રેનના નાગરિક છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે મને ખબર પડી છે કે ‘હું રશિયાનો પહેલો નિશાનો છું, જ્યારે મારો પરિવાર તેમના બીજા નિશાના પર છે’. તેમણે કહ્યું કે રશિયા તેમને ખતમ કરવા માંગે છે અને યુક્રેનને રાજકીય રીતે નષ્ટ કરવા માંગે છે.

રશિયાએ UNSC પ્રસ્તાવને વીટો કર્યો

નોંધનિય રીતે રશિયાએ યુક્રેન પરના આક્રમણની નિંદા કરતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના પ્રસ્તાવને વીટો કર્યો છે. જોકે કાઉન્સિલના 15માંથી 11 સભ્યોએ આ પ્રસ્તાવને સમર્થન જાહેર કર્યું છે. જ્યારે એક દેશે તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું. ચીન, ભારત અને સંયુક્ત આરબ અમીરાતે આ નિંદા પ્રસ્તાવમાં મતદાન કર્યું ન હતું.

Scroll to Top