Relationships

ઉંમરમાં મોટી યુવતીઓ સાથે લગ્ન કરવાથી થાય છે આટલાં ફાયદા એકવાર જાણી લેશો તો ચોંકી જશો, જાણો વિગતે

વિવાહને એક પવિત્ર અને જરૂરી સંસ્કાર ગણવામાં આવે છે. વંશવૃદ્ધિ અને પરિવાર જેવા શબ્દ વિવાહના ગઠબંધનમાંથી આવ્યા છે. લગ્ન સંસ્કાર વિના જીવનની કલ્પના નથી કરી શકાતી. ઘર, સંસાર અને વિશ્વનું અસ્તિત્વ સાત ફેરામાં સમાયેલું છે. પણ વિવાહ સંસ્કાર આદિ-અનાદિ કાળથી પ્રચલિત નહોતું. એક ઋષિના પ્રયત્નો દ્વારા વંશવૃદ્ધિની આ પરંપરાને વિવાહના સંસ્કારોમાં પરોવાઈ છે. આપણો સમાજ અનેક વર્ષોથી ચાલી આવતી પરંપરાને અનુસરીને આગળ વધ્યો છે. એમાંની એક પરંપરા છે ‘લગ્નની પરંપરા’.

પ્રતિકારાત્મક તસવીર

દુનિયામાં કોઈપણ સમાજ તમે જોઈ લો, કોઈ સમાજ લગ્નની પરંપરાથી બાકાત નથી. હા, થોડા રીતી-રિવાજો અલગ અલગ હોઈ છે તેમજ લગ્ન કરવાની વિધિ પણ જુદી હોઈ શકે છે. લગ્ન વિશે મોટા ભાગના લોકોનું એવું માનવું છે કે છોકરા કરતા છોકરીની ઉંમર નાની હોવી જોઈએ. આવું દરેક જગ્યાએ જોવા પણ મળે છે કે છોકરા કરતા છોકરીની ઉંમર મોટાભાગે નાની જ હોય છે. પણ હવે આપણે વાત કરવાની છે મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન કરવાની.

પ્રાચીનકાળમાં જ્યારે વિવાહ સંસ્કારનું અસ્તિત્વ નહોતું ત્યારે સ્ત્રીઓ સ્વતંત્ર અને ઉન્મુક્ત જીવન પસાર કરતી હતી. તેમનામાં પશુ-પક્ષીઓની જેમ યૌનાચાર કરવાની પ્રવૃત્તિ હતી. એક વાર જ્યારે શ્વેતકેતુ પોતાના માતા પિતા સાથે બેઠા હતા, ત્યારે એક પરિવ્રાજક આવ્યો અને તેણે શ્વેતકેતુની માતાનો હાથ પકડ્યો અને તેને પોતાની સાથે લઈ જવા લાગ્યો. આ બધું જોઈને શ્વેતકેતુને ખૂબ ગુસ્સો આવ્યોઅને તેમણે પરિવ્રાજકના આચરણનો વિરોધ નોંધાવ્યો. તે વખતે તેના પિતાએ તેને સમજાવ્યું કે સ્ત્રીઓ ગાયની જેમ સ્વતંત્ર છે તે કોઈની પણ સાથે સમાગમ કરી શકે છે.

પ્રતિકારાત્મક તસવીર

આજે તમારા માટે આ વિષય પર ચૌંકાવનારી માહિતી લઈને ફરી હાજર થયા છીએ કે ઉંમરમાં મોટી છોકરી સાથે લગ્ન કરવાથી શું ફાયદા થાય છે, તેનાથી કોઈ ભવિષ્યમાં લાભ થાય છે? તે લાભ કેવા કેવા હોઈ શકે? શું નાણાકીય લાભ? કે આદ્યાત્મિક લાભ? અત્યારે કુંવારા છોકરાઓને કેટલી ઉંમરમાં મોટી હોય એવી છોકરી સાથે લગ્ન કરવા જોઈએ? વગેરે પ્રશ્નોના ઉત્તર નીચે આપેલ લેખ દ્વારા સમજીએ.

ઉંમરમાં મોટી છોકરી સાથે લગ્ન કરવાના ફાયદા

પ્રતિકારાત્મક તસવીર

મોટી ઉંમરની છોકરી સાથેના લગ્નની વાત અમુક મહાન લોકો દ્વારા પણ કરવામાં આવી છે. જેમાં આચાર્ય ચાણક્ય, ઓશો જેવા મહાનુભાવોનો સમાવેશ થાય છે. આચાર્ય ચાણક્યે પોતાના ગ્રંથ “ચાણક્યનીતિ” માં આ વિશે વિસ્તૃત માહિતી આપી છે.

તેવીજ રીતે મહાન વિચારક ઓશો દ્વારા પણ હંમેશા કહેવાયું છે કે “ પોતાની ઉંમરથી મોટી સ્ત્રી સાથે જ હંમેશા લગ્ન કરવા જોઈએ. બંને વિચારકે પોતપોતાના દ્રષ્ટિકોણથી આ મુદ્દા પર પ્રકાશ પડવાની કોશિશ કરી છે. તો નીચેના મુદ્દા પર થી જાણી લો કે શું ફાયદા થાય છે ઉંમરમાં મોટી છોકરી સાથે લગ્ન કરવાના.

1. જવાબદારી યોગ્ય રીતે સાંભળી શકે છે

પ્રતિકારાત્મક તસવીર

આચાર્ય ચાણક્યના મતે પતિથી ઉંમરમાં મોટી છોકરી પોતાના આત્મસુઝથી ઉંમરમાં નાની છોકરીઓ કરતા જવાબદારી વધુ સારી રીતે નિભાવી શકે છે કેમકે તે વધુ પરીપક્વ હોય છે. જો ઉંમરમાં નાની છોકરી હોય તો હજુ પણ તે પતિને યોગ્ય માર્ગદર્શન ના આપી શકે. પણ ઉંમરમાં મોટી છોકરી પતિની સાથે ખભેખભા મિલાવીને જવાબદારીનો સામનો કરી શકે છે.

2. સબંધો પ્રત્યે વધુ ઈમાનદાર હોય છે.

પ્રતિકારાત્મક તસવીર

એક અભ્યાસ મુજબ, જો ઉંમરમાં મોટી છોકરી હોય તો તે સબંધો પ્રત્યે વધુ ઈમાનદાર હોય છે. તેની પાછળ એ કારણ રહેલું હોય છે કે તે પોતાના પતિની સેવા કરવાની સાથે કાળજી પણ વધુ લેતી હોય છે. તે પોતાની સબંધોની ઈમાનદારીથી પતિને હંમેશા પોતાનો બનાવીને રાખી શકે છે.

3. સ્વાસ્થ્ય સબંધી બીમારી ઓછી થાય છે.

પ્રતિકારાત્મક તસવીર

કદાચ જો તમે ઉંમરમાં નાની છોકરી સાથે લગ્ન કરો અને તે પોતે શારીરિક અને માનસિક રીતે જો પરિપક્વ ના હોય તો તે અજ્ઞાનને કારણે તમારા બંનેના જીવનમાં ક્યારેક સ્વાસ્થ્ય સબંધી તકલીફો થઇ શકે છે. પણ જો તમારા લગ્ન ઉંમરમાં મોટી છોકરી સાથે થાય તો આવી બીમારીનો સામનો કરવાનું લગભગ થતું જ નથી.

4. કોઈ પર વધુ પડતી નિર્ભર નથી રહેતી.

પ્રતિકારાત્મક તસવીર

જો આપ આવી ઉંમરમાં મોટી છોકરી સાથે લગ્ન કરો તો તે પોતાની રીતે નિર્ભર થવાનું વધુ પસંદ કરે છે. તે પરિવારને પણ જરૂરીયાત અનુસાર મદદ કરે છે. તેનાથી પતિને પણ થોડો જવાબદારીમાંથી આરામ મળી શકે છે અને તે પોતાના બિઝનેસમાં વધુ ધ્યાન આપી શકે છે. આજની સ્ત્રી જો પોતાની રીતે નિર્ભર રહે તો તે પોતાના માટે, પરિવાર માટે અને સમાજ માટે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે.

5. ભાગ્ય ખુલી શકે છે

પ્રતિકારાત્મક તસવીર

આચાર્ય ચાણક્યના માટે જો ઉંમરમાં મોટી છોકરી સાથે જો લગ્ન કરવામાં આવે તો પતિની કિસ્મત પણ બદલાઈ શકે છે. એવું કહેવાય છે કે, આવનારી નવી વહુ ના ગૃહ પ્રવેશથી પતિની તેમજ ઘરની સ્થિતિમાં બદલાવ જરૂરથી આવે છે.તેમાં પણ જો મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન કરવામાં આવ્યા હોય તો હકારાત્મક પરિણામ વહેલું મળી શકે છે.

6. પ્રેમ કરવામાં પણ કુશળ હોય છે.

પ્રતિકારાત્મક તસવીર

જો ઉંમરમાં મોટી પત્ની હોય તો તે પ્રેમ કરવામાં પણ વધુ કુશળતા ધરાવે છે. તે પોતાના પતિ તેમજ પરિવારજનોને પ્રેમથી બાંધી રાખવામાં માહિર હોય છે. પુરુષની માનસિક સ્થિતિને સમજીને તેને કેવી રીતે ખુશ રાખવા તે પતિ કરતા ઉંમરમાં નાની છોકરીઓ કરતા ખુબ સારી રીતે સમજી શકે છે. ઉંમરમાં મોટી છોકરીઓ પ્રેમ કરતા પણ પતિની જરૂરિયાતો વધુ સારી રીતે સમજી શકે છે.

7. પુરુષોને પણ ગમે છે આવી સ્ત્રીઓ.

આજના કટ્ટર હરીફાઈના જમાનામાં જીવવું ખરેખરજ બહુ મુશ્કેલ છે અને આર્થિક રીતે ખુશ રહેવું એ એનાથી પણ મુશ્કેલ છે. જો ઉંમરમાં મોટી સ્ત્રી હોય અને તે પોતાના પર નિર્ભર રહી પતિને આર્થિક રીતે મદદ કરે અને સબંધોને સર્વોપરી માને તો તેનાથી લાંબા સમયે પતિનું પણ મનોબળ વધી જાય છે. પતિ પણ આવી પત્નીને પામી પોતાને ધન્ય માને છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker