દેવભુમિ દ્વારકા: વરવાળામાં કૌટુંબિક કાકાએ નવ વર્ષીય બાળકી સાથે આચર્યું દુષ્કર્મ

 દેવભુમિ દ્વારકાતાલુકાના વરવાળા ગામે રહેતા પરીવારની નવ વર્ષીય બાળકી પર શુક્રવારે સાંજે નજીકના વિસ્તારમાં જ રહેતા કૌટુંબિક કાકાએ પોતાના ઘેર એકલતાનો ગેરલાભ ઉઠાવીને શારીરીક અડપલા કરી દુષ્કર્મ ગુજાર્યાની ફરીયાદ નોંધાવાતા ભારે ચકચાર જાગી છે. પોલીસે નરાધમ સામે ગુનો નોધી તેની શોધખોળ આદરી છે.

દ્વારકાતાલુકાના વરવાળા ગામે રહેતા એક પરીવારની નવ વર્ષીય બાળકી શુક્રવારે મોડી સાંજે નજીકના વિસ્તારમાં જ રહેતા કૌટું બીક કાકા લલીત વ્યાસના ઘરે તેના એક વર્ષના પુત્રને રમાડવા માટે લેવા ગઇ હતી. જે દરમિયાન ઘરમાં કોઇ હાજર ન હોવાથી આ શખ્સમાં વાસનાનો કિડો સળવળતા બાળકીની એકલતાનો ગેરલાભ ઉઠાવયો હતો.બાળકીને પથારીમાં સુવડાવીને પોતાના મોબાઇલ ફોનમાં બિભત્સ ફોટા અને વીડિયો બતાવીને ગુપ્તભાગે હાથ ફેરવી શારીરીક છેડછાડ કરી દુષ્કર્મ આચર્યુ હતુ.

હતપ્રભ બનેલી બાળકી હેબતાઇને ઘરે પહોચ્યા બાદ ગુમસુમ જણાતા તેણીની માતાએ પુછપરછ કરતા કૌટૂંબીક કાકાની કરતુતો ખુલી હતી. બાળકીએ સધળી આપવીતી વર્ણવતા માતા પણ ચોંકી ઉઠી હતી.આ બનાવની અન્ય પરીવારજનોને જાણ કરતા બાદ દ્વારકા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.

ત્યારબાદ ભોગ બનનારની માતાની ફરીયાદના આધારે પોલીસે કૌટુંબિક કાકા એવા લલીત અરવિંદભાઇ વ્યાસ સામે પોકસો અને દુષ્કર્મ સહીતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ઇન્ચાર્જ પીએસઆઇ પી.એલ.ચૌધરીએ હાથ ધરી છે. પોલીસે ભોગ બનનાર બાળકીના તબીબી પરીક્ષણ માટે તજવિજ હાથ ધરી હતી. આરોપી એક સંતાનનો પિતા છે.

આરોપી મોડી સાંજે ઝડપાયો

દ્વારકા નજીક વરવાળા પંથકમાં માસુમ બાળકી સાથે દુષ્કર્મ પ્રકરણમાં સ્થાનિક પોલીસે ત્વરીત હરકતમાં આવી તપાસ દરમ્યાન આરોપી કૌટુંબિક કાકા લલીત વ્યાસને શુક્રવારે મોડી સાંજે વરવાળા પાસેથી પકડી પાડયો હતો.પોલીસે તેની વિધિવત ધરપકડ કરીને જીણવટભરી પુછપરછ હાથ ધરી આરોપીના તબીબી પરીક્ષણ અર્થે તજવિજ હાથ ધરી છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here