ફિલ્મો માં અને સમાચારો માં તમે લોકો એ આજ સુધી ઘણી પ્રેમ કહાનીઓ વાંચી જશે પણ આજે અમે જે લવ સ્ટોરી કહી રહ્યા છે એ રીઅલ લાઈફ માં થઇ છે.
એક એવી લવ સ્ટોરી જેને સાંભળ્યા પછી તમને થશે કે આતો કોઈ હિટ ફિલ્મ ની કહાની છે.પણ સાચું માનો તો આ એક સાચી ઘટના છે.કહે છે ને કે પ્રેમ કયારેય મરતો નથી.એ વર્ષો ના વર્ષો જીવિત રહે છે.
પછી જયારે પ્રેમ સાચો હોય અને તમે કોઈ ને દિલ થી ચાહો તો આખી કાઈનાત તમને બંને ને એક કરવામાં લાગી જાય છે.એવું જ એક ટી રોબિસ મેહજ અને જીનીન ગનેય પિયર્શન ના કેસ માં થયું છે.
આ બંને ની પહેલી મુલાકાત બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન થઈ હતી.એ સમયે રોબિસ એક અમેરિકન સૈનિક હતા.જેમની પોસ્ટિંગ ફ્રાંસના એક નાના ગામમાં થઇ હતી.
એ દરમિયાન એ 24 વર્ષ ના હતા.આ ગામમાં 18 વર્ષની જીનીન પણ રહેતી હતી જેને રોબિસ ને પહેલી નજર માં જ પ્રેમ થઇ ગયો હતો.
થયું એવું હતું કે રોબિસ પોતાના કપડાં ધોવા કોઈ ની શોધ કરી રહ્યા હતા,પછી આ કામ માટે એમને જીનીન ની મમ્મી મળી ગઈ.
એવા માં રોબિસ અને જીનીન ની મુલાકાત વધવા લાગી અને બંને માં પ્રેમ થઇ ગયો.
બંને એ એક સાથે જીવવાની અને મરવાની કસમ પણ ખાધી.અને પછી અચાનક બંને ની જિંદગી માં એક મોટો મોડ આવ્યો.
યુદ્ધ ચાલુ થવાને કારણે રોબિસ ને ઇસ્ટન ફ્રન્ટ પર જવાનું થયું.જતા પહેલા રોબિસે જીનીન ને કહ્યું હતું કે એ એને પાછા લેવા જરૂર આવશે.પણ આવું થઈ ના શક્યું.
જયારે 1945 માં યુદ્ધ સમાપ્ત થયું તો જીનીન ને રોબિસ ના પાછા આવવાની રાહ પણ જોઈ હતી.પણ એ અમેરિકા પાછા ફર્યા હતા.
પછી રોબિસે અમેરિકામાં લીલીયન નામ ની એક મહિલા સાથે લગ્ન કરી લીધા.પછી 2015 માં એમની પત્ની નું મોત થયું હતું.અને આ બાજુ જીનીન ને પણ 1949 માં લગ્ન કરી પરિવાર વસાવી લીધો હતો.
અને આમ લગ્ન કર્યા પછી પણ રોબિસ જીનીન ને દિલ માંથી કાળી ના શક્યા.તમને જાણી ને હેરાની થશે કે રોબિસે 75 વર્ષ સુધી જીનીન ની એક જૂની બ્લૅક એન્ડ વાઈટ તસવીર પોતાની પાસે રાખી હતી.
એવા માં જ્યારે એમને ફ્રાંસ ની એક ટીવી માં ઇન્ટરવ્યુ આપ્યું હતું ત્યારે એમની પોતાની અધૂરી પ્રેમ કહાની સંભળાવી હતી.સાથે એમને મીડિયા ને કહ્યું હતું કે એ જીનીન ને આજે પણ ચાહે છે.
એટલા માટે જો એ જીનીન ને શોધવામાં એમની મદદ કરે તો બહુ સારું રહેશે.
અને તેના પછી એક પત્રકારે થોડા દિવસો પછી જીનીન અને તેના પરિવાર ને એક ગામમાં શોધી કાળે છે.પછી શું બંને એ 75 વર્ષ પછી બીજીવાર એક બીજાને મળવાનો પ્લાન બનાવી લીધો.
વર્તમાન ની વાત કરીએ તો જીનીન 92 વર્ષના છે અને રોબિસ 97 વર્ષે ના છે.આ દરમિયાન જયારે એ બંને પહેલી વખત એક બીજા ને મળ્યા તો ગળે લાગી ગયા.
પછી કલાકો સુધી એક બીજા ને જોઈ રહ્યા.રોબિસે જયારે પોતાના પર્સ માંથી જીનીન ની જૂની તસવીર કાળી તો એ ખૂબ ખુશ થઇ ગઇ.
વર્ષો પહેલા એમને વાયદો કર્યો હતો કે એ એકબીજા ને પછી મળશે આને આજે એ વાયદો પૂરો થયો..