ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મુસ્લિમ શક્સે પોતાના લગ્ન બાદ બે વર્ષે ફરી પાછા લગ્ન કરી લીધા. તેણે પોતાની પત્નીને તેના જ એરિયામાં એક મકાન પણ અપાવી દીધું. પહેલી પત્નીને જ્યારે તેની જાણકારી થઈ તો, ભારે હોબાળો થયો. વિવાદ બાદ શખ્સે પોતાની પ્રથમ પત્નીને છુટાછેડા આપી દીધા. પહેલી પત્નીએ પોલીસ સ્ટેશનમાં જઈને ન્યાય માટે ભીખ માગી છે. પોલીસે કેસ નોંધી આગળની કાર્યવાહી રહી છે.
અમરોહા નગર કોતવાલી વિસ્તારના ઈકરાર નગરની રહેવાસી તાયરાના લગ્ન 13 વર્ષ પહેલા મુરાદાબાદ તાલુકાના પાકવડાના કૈલસા રોડ પર રહેતા અબ્બાસ અલી સાથે થયાં હતા. લગ્ન બાદ તાયરાને બે દીકરઓ પણ થઈ. દીકરો ન થવાથી અબ્બાસે છુપાઈને બીજા લગ્ન શન્નો સાથે કરી લીધા. શન્નોથી તેને ત્રણ બાળકો થયાં. પહેલા તો શન્નોને દૂર રાખતો હતો.
લગભગ છ મહિના પહેલા તેણે શન્નોએ મોહલ્લામાં જ રખાવી દીધી. જ્યારે તાયરાએ પતિના બીજા લગ્ન અને ત્રણ બાળકો વિશે જાણકારી મળી તો તેણે વિરોધ કર્યો. પછી તો અબ્બાસના ઘરમાં દરરોજ ઝઘડા થવા લાગ્યા. આરોપ છે કે અબ્બાસ પહેલી પત્ની તાયરા સાથે મારપીટ કરવા લાગ્યો અને ઘરમાંથી કાઢી નાખ્યો. પીડિતા પિયર અમરોહાના ઈકરાર નગરમાં આવીને રહેવા લાગી.
ગત મહિને 14 મેના તાયરા નૌગાવા સાદાત વિસ્તારના બાંસખેડીમાં આવેલા સંબંધિને ત્યાં ગઈ હતી, ત્યાં અબ્બાસ અલી મળી ગયો. બંનેની વચ્ચે ભારે હોબાળો થયો. નારાજ થઈને અબ્બાસે તાયરાને છુટાછેડા આપી દીધા. તાયરાએ ન્યાય માટે અમરોહા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરુ કરી દીધી છે.