છેલ્લા થોડા સમયથી દેશમાં લગ્ન તૂટ્યા હોવાના ઘટના સામે આવી રહી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં આવા કેસમાં વધારો થઈ રહ્યો છે. મહોબામાં એક દુલ્હને લગ્નનાં મંડપમાં 6 ફેરાં ફર્યા બાદ મેરેજ કરવાની ના પાડી દેતા ચકચાર મચી ગયો છે. જ્યારે તેમાં પણ કારણ એ છે કે, યુવતીને છોકરો ના ગમતા જાનને ખાલી હાથે પાછા ફરવું પડ્યું ચેહ.
આ સમગ્ર ઘટના મહોબા શહેરમાં આવેલા કુલપહાડ તેહસિલ ગામમાં ઘટી હતી. લગ્નની વિધિમાં અડધે સુધી પહોંચી ગયા હોવા છતાં દુલ્હને આ રીતે ના પાડી દેતા મહેમાનોની સાથે ગામના લોકોના હોસ ઉડી ગયા હતા. ત્યાર બાદ બંને પક્ષ દ્વારા દુલ્હનને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ માની નહોતી.
તેના કારણોસર બંને પરિવાર વચ્ચે ઝઘડો શરુ થઈ જતા અડધી રાતે આ મામલો પંચાયત સુધી પહોંચ્યો ગયો હતો ગ્રામ પંચાયતે લગ્ન ના કરવાનું કારણ પૂછતા દુલ્હન દ્વારા જણાવવામાં આવ્યું કે, તેને વરરાજો પસંદ નથી. તેની સાથે આખી જિંદગી રહી શકીશ નહીં.
દુલ્હને મનથી જ નક્કી કરી નાખ્યું હતું કે, તે કારણોસર તેન સમજાવવાનો કોઈ અર્થ નહોતો પરંતુ દુલ્હાના પિતાએ જણાવ્યું કે, જો તને છોકરો ગમતો જ નહોતો તો 6 ફેરાં સુધી કેમ કંઈપણ ના બોલી? તેમ છતાં દુલ્હાના પિતાને તેમના પ્રશ્નનો કોઈ જવાબ મળ્યા નહોતા.