Uttar Pradesh

CM યોગીને મળી જાનથી મારી નાખવાની ધમકી, કહ્યું- ‘ચાર દિવસમાં જે કરી શકો તે કરી લો’

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી (CM) યોગી આદિત્યનાથને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. યુપી પોલીસ કંટ્રોલ રૂમના WhatsApp નંબર ઉપર આ ધમકી આપવામાં આવી છે. ધમકી આપનારે ચેલેન્જ કર્યું છે કે, CM યોગી ચાર દિવસમાં જે કરી શકે તે કરી લે. આ મામલો સામે આવ્યા બાદ લખનઉના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. ધમકી બાદ પોલીસ ટીમને એલર્ટ કરી દેવામાં આવી છે અને નંબરની તપાસ કરીને આરોપીની ધરપકડ માટે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

કહેવામાં આવી રહ્યું છે કે, ગઈ 29 એપ્રિલની મોડી સાંજે યુપી પોલીસના ઇમરજન્સી સર્વિસ ડાયલ 112 વોટ્સએપ નંબર પર એક શંકાસ્પદ મેસેજ કરીને CM યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ધમકી ભરેલ સંદેશમાં શંકાસ્પદ વ્યક્તિએ લખ્યું છે કે, તે CM યોગીને 5 મા દિવસે જાનથી મારી નાખશે. તેને પોલીસને પડકાર આપતા વધુમાં લખ્યું છે કે, આગામી ચાર દિવસમાં તમે મારું જે કરી શકો તે કરી લો.

આ કેસમાં સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં 112 ના કંટ્રોલ રૂમ કમાન્ડર અર્જુન કુમારે કેસ નોંધ્યો છે. પોલીસની અનેક ટીમો આ શંકાસ્પદ નંબરની તપાસ કરીને સ્થળના લોકેશન ટ્રેક કરવામાં લાગી ગઈ છે. આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસની ટીમ પણ એકઠી કરીને તપાસમાં લગાવી દેવામાં આવી છે.

CM યોગીને જાનથી મારી નાખવાની આવી ધમકી પહેલીવાર નથી આપવામાં આવી. આ પહેલા સીએમ યોગી આદિત્યનાથને મે 2020 માં બોમ્બ થી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી. 112 ના સોશિયલ મીડિયા ડેસ્કના WhatsApp પર ધમકી ભર્યો મેસેજ મોકલવામાં આવ્યો હતો.

ધમકીની સાથે સીએમ યોગીને એક વિશેષ સમુદાય માટે જોખમ જણાવવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસે ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં કલમ 505 (1) b 506, અને 507 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જો કે ફરી એકવાર CM યોગીને જાનથી મારી નાખવાની ધમકી મળતા તેમની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. અને પોલીસ પણ આ આરોપીની શોધમાં લાગી ગઈ છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker