ઉત્તર પ્રદેશમાં વિચિત્ર કિસ્સામાં પિતરાઈ ભાઈએ સગીર બહેન પર આચર્યું દુષ્કર્મ, પરિવારને આ રીતે થઈ જાણ

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ઉત્તર પ્રદેશ રામપુર ભાઈ બહેનને લજવતો કિસ્સો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના રામપુરમાં ભાઈ દ્વારા અનેક વાર કથિત દુષ્કર્મની ભોગ બનાવવામાં આવેલ સગીરાએ એક મૃત બાળકને જન્મ આપ્યો હોવાની ઘટના સામે આવતા હાહાકાર સર્જાયો છે.

અત્યારે આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બનેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર સગીર બહેન પર પિતરાઈ ભાઈએ કથિત રીતે અનેક વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારબાદ તે ગર્ભવતી પણ બની ગઈ હતી. સ્થાનિક પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે સગીરાએ એક મૃત બાળકને જન્મ આપ્યો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે બોળવાની સમસ્યાથી પીડિત સગીરાને પરિવારે કેટલાક લોકોની તસવીરો બતાવી હતી. જેમાં તે વારંવાર તેના પિતરાઈ ભાઈની તસવીર પર ઈશારો કરી રહી હતી. જેથી પરિવારે પોલીસને સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપી પિતરાઈ ભાઈ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો હતો. જો કે, હવે તે ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

રામપુર એએસપી સંસાર સિંહે કહ્યું, પરિવારે કહ્યું કે, જ્યારે તેઓ કામ માટે બહાર જતા હતા ત્યારે તેમની પુત્રી ઘરે જ રહેતી હતી. યુવક સંભવત: તેની ગેરહાજરીમાં તેને મળવા આવ્યો હતો અને એકલતાનો લાભ લઈને તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ સમય દરમિયાન છોકરી ગર્ભવતી બની અને શનિવારે રાત્રે તેને ઘરમાં એક મૃત બાળકને જન્મ આપ્યો હતો.

પરિવારે આરોપ લગાવ્યો હતો કે તેઓ તેની ગર્ભાવસ્થા વિશે જાણતા ન હતા અને તેની પુત્રીને પેટમાં તીવ્ર દુ:ખાવો થયા બાદ જ તેમને આ વિશે ખબર પડી હતી. અઝીમ નગર પોલીસ સ્ટેશનના પ્રભારી રવિન્દ્ર કુમારે જણાવ્યું કે, આરોપી વિરુદ્ધ IPCની કલમ 376 અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. યુવક હાલ ફરાર છે. મૃત બાળકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો