દેશના ઘણા રાજ્યોમાં સતત વધી રહેલા સંક્રમણને લીધે, તબીબી ઓક્સિજનની ઉણપ જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારે આ અછતને પહોંચી વળવા સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. યોગી સરકારે રાજ્યમાં જુદા જુદા 10 સ્થળોએ 10 ઓક્સિજન પ્લાન્ટ બનાવવાનો નિર્ણય લીધો છે.
યોગી આદિત્યનાથ પ્લાન્ટના નિર્માણ માટે કોઈપણ રીતે વિલંબ કરવા માંગતા નથી, તેમણે અધિકારીઓને આ કામ યુદ્ધના ધોરણે કરવા અને પ્લાન્ટનું બાંધકામ વહેલી તકે પૂર્ણ કરવા આદેશ આપ્યો છે.
પ્લાન્ટ બનાવવા માટે થશે 63 લાખ રૂપિયા ખર્ચ
પ્લાન્ટના નિર્માણમાં આરોગ્ય મંત્રી અને અધિક સચિવ આરોગ્ય પર નજર રાખશે અને કામ ઝડપી યોગ્ય સમયે થઈ રહ્યું છે કે નહિ, તેની પણ કાળજી લેશે. પ્લાન્ટ બનાવવામાં કોઈ સમસ્યા તો નથી. ઉત્તર પ્રદેશ સરકારે એક પ્લાન્ટ બનાવવા માટે 63 લાખ રૂપિયાનું બજેટ નક્કી કર્યું છે.
રાજ્યમાં કોઈ પણ દર્દીને મુશ્કેલી ન હોવી જોઈએ. ઓક્સિજનના અભાવે કોઈનું મોત ન થાય તે બાબતે યોગી સરકાર સંપૂર્ણ ધ્યાન રાખી રહી છે. આ જ કારણ છે કે આવા દસ સ્થળોને પસંદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જ્યાં ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવશે અને ત્યાંથી રાજ્યના દરેક ખૂણામાં તબીબી સુવિધા આપવામાં આવશે.
સતત અધિકારીઓ સાથે ઑનલાઇન બેઠક કરી રહ્યા છે યોગી આદિત્યનાથ
રાજ્યમાં કોરોના ચેપને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સતત બેઠકો કરી રહ્યા છે. અધિકારીઓને કોઈ પણ પ્રકારની બેદરકારી ન કરવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના દરેક જિલ્લામાં ડૉક્ટર, હોસ્પિટલના પલંગ, દવા અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ થાય. આના પર, મુખ્યમંત્રીએ અધિકારીઓને આ બધા પર કડક દેખરેખ રાખવા આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ ફૂડ સેફ્ટી અને ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગને ઓક્સિજન અને રેમેડિસિવરની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.
રાજ્યમાં ક્યાંય ન થાય ઓક્સિજનનો અભાવ
રાજ્યની કોઈ પણ હોસ્પિટલમાં ઓક્સિજનનો અભાવ ના થાય, લોકોને સારી સારવાર મળે તે દિશામાં નિર્ણય લેતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં બધી હોસ્પિટલોમાં આગામી 36 કલાક સુધી તેની ઉપલબ્ધતાનું મૂલ્યાંકન કરીને તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે.
જે હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત છે ત્યાં સરકાર ઓક્સિજન સિલિન્ડર આપશે. સીએમએ ડીજી મેડિકલ એજ્યુકેશનને આ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સુચના આપી છે. રાજ્યની કોઈ પણ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ન થાય, દવાઓની કમી ન થાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા મુખ્યમંત્રીએ અધિકારીઓને આદેશ આપ્યો છે.