ચેક લેણદેણ કરતાં પહેલા રહો સાવધાન, એકાઉન્ટમાં બેલેન્સ હોય તો પણ ચેક બાઉન્સ થઈ શકે છે, જાણો કેમ…..

જો તમે કોઈને મોટી રકમનો ચેક આપી દીધો છે અને તે એકાઉન્ટમાં બેલેન્સ હોવા છતાં વારંવાર બાઉન્સ અથવા રિજેક્ટ થઈ રહ્યો છે તો ચિંતા કરશો નહીં, અમે તમને આનું કારણ જણાવી દઈએ છીએ. જો તમે ઇન્ટરનેટ બેન્કિંગ અથવા નેટ બેન્કિંગનો ઉપયોગ કરતા નથી અને કોઈને મોટી રકમનો ચેક આપો છો તો તમારે ચેકની ડીટેલ કન્ફર્મ કરાવવા માટે તમારે બેન્કમાં જવું પડી શકે છે.

વાસ્તવમાં મોટાભાગની બેંકોએ હાઈ વેલ્યુ ચેક માટે પોઝીટીવ પે સીસ્ટમને ફરજિયાત કરી દીધી છે. એટલે કે, જો તમે કોઈને 50 હજાર રૂપિયાથી વધુનો ચેક આપી રહ્યા છો તો તમારે નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ દ્વારા તેની વિગતો બેન્કને આપવી પડશે.

તમે બેન્ક જઈને પણ આવું કરી શકો છો. આવું ન કરવા પર તમારો ચેક રિજેક્ટ થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તમામ બેન્કોને 1 જાન્યુઆરી 2021 થી આ સિસ્ટમ લાગુ કરવાનું કહેવામાં આવ્યું છે. મોટી રકમ માટે ચેક આપતા પહેલા તમારે તમારી બેન્કનો ચેક નંબર, તેની રકમ, લાભાર્થીનું નામ જેવી માહિતી આપવી પડે છે. મોટા ભાગની સરકારી બેન્કોએ તેના માટે 50,000 રૂપિયાની મર્યાદા નક્કી કરી છે.

આરબીઆઈએ તેના માટે સમયાંતરે પરિપત્રો મોકલીને બેન્કોને નિર્દેશ આપ્યો છે કે, તે ગ્રાહકોને જાણ કરે જેથી મોટી રકમના ચેકથી લેણદેણ કરતા દરમિયાન કોઈ પણ પ્રકારની કોઈ અસુવિધા ન થાય.

જ્યારે ખાનગી બેન્કોમાં આવી જાણકારી આપવા માટે ન્યૂનતમ રકમ વધારે છે. તેમ છતાં કેટલીક બેંકો તેમના ગ્રાહકોને તેમની રકમ જાતે નક્કી કરવાની સ્વતંત્રતા પણ આપે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ જો ચેક બાઉન્સને થનારા નુકસાનથી બચવા માંગો છો તો નેટ બેન્કિંગ અથવા મોબાઇલ બેન્કિંગ દ્વારા અથવા તો જાણકારી પોતાની બેન્કને આપો. અથવા પછી બેન્ક શાખામાં જઈને ચેક ક્લીયર થયા પહેલા તેના વિશેમાં બેન્ક અધિકારીઓને જણાવી દો.

Scroll to Top